________________
માયાષાવાદવિરમણ
૧૧૫
તૈયાર થયા પણ ધબુદ્ધિએ તેને તેમ કરતાં વાર્યો. રાજા વગેરે ધ બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા. માયામ્રયાવાદ આ ભવમાં પણ દુ:ખ આપે છે.
હવે માયામૃષાવાદ તજવાને સૌથી શ્રેષ્ઠ ઉપાય સત્ય અને સરલતા છે. જો કે સત્યવાદી અને સરલ મનુષ્યાને પ્રારંભમાં કદી દુ:ખ પડે, કેટલીક અડચણુામાંથી પસાર થવુ પડે, પણ અંતે સત્યના જય થાય છે. સત્યવાદી અને સરલ પ્રકૃતિવાળા જીવ ઘણી ત્વરાથી પેાતાને વિકાસ કરી શકે છે. તે નિર્ભય અને છે, તે નિર ંતર શાંતિ જાળવે છે અને તેવા મનુષ્યનું શરીર પણ નિગી રહે છે. પરસ્પર અનુકૂલ આંદોલના તેના શરીરમાં ચાલે છે, તેથી રાગના વિરાધી આંદોલને જવા માંડે છે. નિષ્કપટી અને સત્યપ્રિય મનુષ્ય હારા અસત્ય બાખતામાંથી, સત્ય ખાખતા કઇ છે તે તુરત જ પારખી શકે છે. સત્યના સદ્ગુણ આવતાં બધા દુષ્ણેા નાશ પામવા લાગે છે, કારણ કે જે મનુષ્યને સત્ય ખેલવાનુ હાય છે તે કેટલાંક પાપેા તા કરી શકે જ નહુિ. તેને તેા સત્ય હાય તે જ ખેલવાનુ હાય છે, તેથી ઘણા પ્રકારની કુટિલતાથી તે બચી જાય છે.
જે મનુષ્ય અસત્યથી, કપટથી અથવા ઢાંગથી ખીજાને ખેતરવા પ્રયત્ન કરે છે તેના પેાતાને અંતરાત્મા અવરાય છે, તેથી તે અંતરાત્માના અવાજ સાંભળી શકતા નથી અથવા તા તેની ઝાંખી પામી શકતા નથી; માટે જેમ અને તેમ મનુષ્ય ઢાંગના ત્યાગ કરી સરલ પ્રકૃતિવાળા બનવું. જ્યાં સરલતા છે ત્યાં પવિત્રતા છે અને જ્યાં પવિત્રતા છે ત્યાં જ પ્રભુને વાસ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com