________________
પર૫રિવાદવિરમણ
૧૦૭ કહે છે, કરે છે અથવા માને છે તેની સાથે આપણને કશે સંબંધ નથી. તે વિષે આપણે છેક તટસ્થ રહેતાં શીખવું જોઈએ. જ્યાં સુધી તે મનુષ્ય બીજ મનુષેની વચમાં ન આવે ત્યાં સુધી સ્વતંત્ર વિચાર કરવાને, સ્વતંત્ર શબ્દો બોલવાને, સ્વતંત્ર કાર્ય કરવાને તેને સંપૂર્ણ હક્ક છે. આપણને જે ચગ્ય લાગે તે કરવાની આપણને સ્વતંત્રતા હોવી જોઈએ, એ હક્ક આપણે માગીએ છીએ, તે પછી આપણે બીજાને તેટલી જ સ્વતંત્રતા ભોગવવા દેવી જોઈએ અને
જ્યારે બીજો કોઈ મનુષ્ય તેવી સ્વતંત્રતાને ઉપભેગ કરતા હોય ત્યારે તેની નિંદા કરવાનો આપણને જરા પણ અધિકાર નથી. જે આપણને એમ લાગતું હોય કે અમુક મનુષ્ય અમુક ખાટું કામ કરે છે, અને જે આપણે સભ્યતાથી અને ખાનગી રીતે તેને આપણે વિચારો દર્શાવવાના પ્રસંગ લઈએ તે તેને સમજાવી શકવાને સંભવ છે, પણ ઘણી બાબતમાં તે આમ કરવું તે પણ અયોગ્ય રીતે માથું મારવા જેવું કામ છે. જે આપણે ત્રીજા મનુષ્ય સન્મુખ જઈ તે બાબત જણાવીએ તે તેની નિંદા કરી કહેવાય અને નિંદા તે તે માટે દુર્ગણ છે.
નિંદાના વિચારમાત્રથી ઘણે અનર્થ પેદા થાય છે. દરેક મનુષ્યમાં ગુણ તેમજ અવગુણ રહેલા છે. પ્રભુ સિવાય કોઈ પણ જીવ પૂર્ણ નથી. “થોડા ઘણા અવગુણે છે ભર્યા રે, કોઈના નળીઆ યુવે, કોઈનાં નેવ રે.” તે પછી આપણે તેના અશુભનું ચિંતન કરી સામાના દેષને પુષ્ટિ આપીએ છીએ. જે તેનામાં તે અવગુણ હોય છે તે પુર થાય છે અને ન હોય તે પણ તેનું વારંવાર ચિંતન કરીને દોષનું બીજ તેનામાં રોપવા જેવો પ્રયત્ન આપણુ વિા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com