________________
રતિઅરતિવિરમણ
૧૦૫
ફૂલાઈ જવું નહિ. તેમ જ દુ:ખના પ્રસંગમાં એ વિચાર કરે કે આ દુ:ખ પણ ચાલ્યું જશે, માટે અતિ દીન ન બનવું, પણ સમતોલવૃત્તિ જાળવવી.
- જ્યાં સુધી મનુષ્ય બાદ સંયેગોને-મનુને–વસ્તુએને વિચાર કર્યા કરે છે ત્યાં સુધી રતિ કે અરતિ થવાની જ, ત્યાં સુધી સુખ દુઃખ થવાનું જ. પણ આત્માની અનંત કાળની ( જિંદગીમાં આ જિંદગી એ એક દિવસ છે, એવું વિચારતાં સર્વ બનાવે ગણુ થઈ જાય છે. તે મનુષ્ય સુખ-દુઃખમાં મનની સ્થિરતા જાળવી શકે છે. કવિ કાલિદાસ કહે છે કે –
कस्यैकान्तिकं सुखमुपनतं दुःखमेकान्ततो वा । नीचैर्गच्छत्युपरि च दशा चक्रनेमिक्रमेण ॥
કોને એકાંત સુખ મળ્યું છે? અથવા કોને એકાંત દુઃખ મળ્યું છે ? આપણે દશા ચક્રની ધારા પ્રમાણે ઉપર નીચે ચાલ્યા જ કરે છે, આવજા કરે છે, માટે જે રતિઅતિથી મુક્ત થઈ શાંતિ મેળવવી હોય તે સુખ દુઃખ આપનારા પદાર્થોની અનિત્યતા વિચારી મનુષ્ય તેના દ્રષ્ટા બનવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com