________________
તિઅતિવિરમણ
૧૦૩
આ રતિઅરતિની સ્થિતિથી મુક્ત થવું હાય તા મનુષ્યે પાણીના કલેાલેા પરથી ખડક ઉપર ઘેાડી વાર પણ ઊભાં રહેતાં શીખવુ જોઇએ. કલ્લેલા તેના પગ સાથે અથડાશે, પણ તેને ઘસડી જશે નહિ. તે કત્લાલાના સ્વરૂપાના હવે દ્રષ્ટા બને છે. તે કલ્લેાલરૂપ નહિ બનતાં કલેાલેનુ હાર્દ સમજવા પ્રયત્ન કરે છે. તેણે સૌથી પ્રથમ તે એ વિચારવુ જોઇએ કે Nothing is eternal in this universe. આ વિશ્વમાં કાંઇપણ સ્થાયી નથી. ભગવદ્ગીતામાં લખ્યું છે કે— मात्रास्पर्शास्तु कौन्तेय ! शीतोष्णसुखदुःखदाः || आगमापायिनोऽनित्यांस्तांस्तितिक्षस्व भारत ! |
હે અર્જુન ! શીત, ઉષ્ણુ, સુખ, દુ:ખ વગેરેને આપવાવાળા ઇન્દ્રિયેાના સ્પર્ધા આવવા અને જવાવાળા હાઇ અનિત્ય છે માટે તેને તું સહન કર. અર્થાત્ જગતના બાહ્ય પદાર્થો જેમાં આપણે આટલું બધું સુખ કે દુ:ખ માનીએ છીએ તે સર્વે સ્થાયી નથી, પણ ક્ષણે ક્ષણે બદલાય છે.
શ્રીમદ્ રાજચંદ્રે એક સ્થળે લખ્યું છે કે—
વિદ્યુત્ લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ;
અનગ રગ
પુરંદરીચાપ
શું રાચીએ જ્યાં ક્ષણના પ્રસંગ ?
લક્ષ્મી વીજળી સમાન ચપળ છે, સત્તા પતંગ જેવી અસ્થિર છે, આયુષ્ય એ પાણીના કલ્લેાલ સમાન છે, કામના રંગે તે મેઘધનુષ્ય જેવા છે. જ્યાં આવા ક્ષણિક સુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com