________________
પ્રકરણ ૧૭ મું.
માયામૃષાવાદવિરમણ સત્તરમું પાપસ્થાનક માયામૃષાવાદ છે. માયાનું આઠમું પાપસ્થાનક અને મૃષાવાદનું બીજું પાપસ્થાનક મળી ૧૭ મું માયામૃષાવાદનું પાપસ્થાનક ઉદ્દભવે છે. માયામૃષા વાદ એટલે કપટ અસત્યયુક્ત, બીજા શબ્દોમાં કહીએ તે ઢોંગ-દંભ છે. શ્રીમદ્દ યશોવિજયજીના શબ્દો પ્રમાણે આ માયામૃષાવાદને દેષ વિષને વધારવાની સ્થિતિ, અથવા સર્પને ઈ છેડવાની ક્રિયા છે.
ગની ઉત્પત્તિનું કારણ એ છે કે-મનુષ્ય હોય તેના કરતાં સારો દેખાવા ઈચ્છે છે, પિતાનું અજ્ઞાન અને પિતાના દેષ ઢાંકી પોતે જ્ઞાની અને નિર્દોષમાં ખપવા માગે છે. આ કારણથી–લોકોના ખાટા ભયથી પોતે અનેક રીતે અસત્ય બેલે છે અને કપટક્રિયા કરે છે, પોતે બોલેલું એક અસત્ય અથવા કરેલું એક ખોટું કામ છુપાવવા મનુષ્ય જૂઠની પરંપરા સેવે છે અને પછી તે અસત્ય અને કપટ એટલું બધું વધી જાય છે કે તેનાથી તે છુપાવી શકાતું નથી અને તેની દશા ઘણું દયાજનક થાય છે.
ઢગના એટલા બધા ગેરફાયદા છે કે તેને પૂરે વિચાર પણ આવી શકે નહિ, છતાં કેટલાક ગેરફાયદા વર્ણવવામાં આવશે. ટૅગ લાંબે સમય ટકતો નથી. અંતે કપટ પકડાય છે ત્યારે તેની કેટલીક સત્ય બાબતો હોય તે પણ ટૅગ ભેગી તણાઈ જાય છે અને તે સર્વથા પાપી કે અસત્યવાદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com