________________
૯૮
પવિત્રતાને પંથે
મનુષ્ય આગળ લલકારીને મનમાં રસ લે છે. લેકમાં પિતાની વાતોથી વેરવિધ વધે છે તેનું તેને ભાન પણ હોતું નથી. તે કોની ખુશામત કરવા બીજાઓના દોષો સંબંધી વાતે સંગ્રહી રાખે છે, તે વગપૈસાના ગેઝેટનું કામ કરે છે. સામાન્ય ગેઝેટ( વર્તમાન પત્રોમાં તો શુભ અશુભ સર્વ સમાચાર હોય છે પણ આ ગપ્પીગેઝેટને માટે ભાગ તો અનેકનાં છિદ્રોથી ભરેલું હોય છે અને તે એવી તો સફાઈથી બીજા આગળ રજૂ કરે છે કે લોકો જલ્દી તે માની લે છે. જે મનુષ્ય પોતાના સમયનો સદુપયેાગ કરવો હોય તો તેને આવી ચાડીચુગલી માટે સમય જ મળતો નથી.
આ ચાડીચુગલીના ગેરફાયદા અનેક છે. તેના પર કઈ વિશ્વાસ રાખતું નથી, કારણ કે જે મનુષ્ય બીજાની વાતે આપણે આગળ કહે છે તે આપણી વાત બીજા આગળ કેમ નહિ કહે ? એમ ધારી લેકે તેને અવિશ્વાસપાત્ર માને છે. ચાડીચુગલી કરનાર મનુષ્ય જ્યાં ત્યાં કલહ વધારે છે અને મિત્રોમાં, નેહીઓમાં, સંબંધીઓમાં ફાટકુટ પડાવે છે. તે આપણને ખબર પણ ન પડે તેવી રીતે આપણી પીઠ પાછળ-આપણું ગેરહાજરીમાં આપણુ વિષે અનેક હલકી બાબતો બોલે છે. તેવો મનુષ્ય આપણુ મુખે મીઠું બોલે છે, પણ પાછળ આપણું નિંદા કરે છે–આપણા અવગુણ ગાય છે. વળી તેવા મનુષ્યની વાણીમાં મોટે ભાગે દોષ જ હોય છે. જે દોષને સંગ્રહ કરી વહેંચવા માટે નીકળ્યો હોય, તેની પાસે આપણે કયાંથી શુભ બાબતની આશા રાખી શકીએ ? તેનો વ્યાપાર જ તેવી જાતને છે. આથી તેના વચનમાં સદેષતા આવે છે અને તેનું વાતાવરણ
પણ અશુભ બને છે. આપણે જે થોડીવાર તેવા મનુષ્યના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com