________________
પ્રકરણ ૧૪ મું.
પિશુન્યવિરમણ. ચૌદમું પાપસ્થાનક પશુન્ય છે, અને તે પણ તેરમા પાપસ્થાનક અભ્યાખ્યાનની માફક હલકા સ્વભાવનું સૂચક છે, પિશુન્યમાં ચાડચુગલી, એકની વાત બીજાને કહેવી અને એની પૂંઠ પાછળ નિંદા કરવી એ સર્વને સમાવેશ થાય છે. પિશુન્યને અંગ્રેજી ભાષામાં back-biting કહે છે, જેને અર્થ પીઠ કરડવી એ થાય છે. અર્થાત આ દુર્ગણને વશ થયેલે જીવ લેકોની પૂંઠ પાછળ તેમની બદબોઈ કર્યા કરે છે અને તેમાં એક જાતને હલકે રસ લે છે.
જેમ અનેક હલકા પ્રકારનાં વ્યસન હોય છે તેમ આ પારકી બાબતેની ચાડીચુગલી કરવાનું પણ કેટલાકને વ્યસન પડી જાય છે અને પછી તે તજવાનું કામ ઘણું કઠણ થઈ પડે છે. ચાડી કરનાર મનુષ્ય વગરપૈસાને ફેરીઓ છે અને તે જ્યાં ત્યાં એકની વાત બીજાને અને બીજાની ત્રીજાને કહેતે ફરે છે. આવો મનુષ્ય માટે ભાગે બીજાઓના દોષની, નિર્બળતાઓની, ખામીઓની, ભૂલેની વાતો કર્યા કરે છે. તે જાણે છે કે લેકે તેની વાતે સાંભળીને તેને શાબાશી આપશે, પણ તેને વિષે લેકે શું ધારે છે? તેને તેને ખ્યાલ પણ હોતું નથી. આ મનુષ્ય સમયને ઉપયોગ કેમ કરવો તે જાણતો નથી, તેથી જ તે પિતાના સમયને મોટામાં મોટે દુરુપયોગ કરે છે. તે પારકી વાત સાંભળે છે, તેમાંથી કાંઈ જે દોષભર્યું હોય તે યાદ રાખે છે અને પછી તે તેના જેવા જ નવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com