________________
પવિત્રતાને પથે
સગી બહેન હતી. તે દિવસોમાં ચેરને ભય હતું અને જ્યાં એકલી સ્ત્રીઓ હોય ત્યાં ચેરને વિશેષ ત્રાસ હેવાથી દરજ રાત્રે તેની બહેન પુરુષને પોશાક પહેરી સૂઈ રહેતી હતી. આવા બનાવે ઘણુવાર બને છે, માટે કોઈ પર આળ મૂકતાં પહેલાં ઘણે વિચાર કરે.
બીજામાં દોષ હોય તો તે કહેવાની પણ જરૂર નથી, તો પછી અછતા દેષને આરોપ મૂકે એ તો મોટામાં મેટું પાપ છે. આપણે ઘણી વાર બીજાઓનું ઘસાતું બેલીએ છીએ. તે પુરુષ કે સ્ત્રીનું ચારિત્ર એવું જ હોવું જોઈએ એમ પણ બેદરકારીથી બોલીએ છીએ, પણ તેથી જે પરિણામ આવે તે પુરુષ કે સ્ત્રીને શેસવું પડે છે, તેને આપણને ખ્યાલ હેતું નથી. જે આપણને તે ખ્યાલ આવે તો આપણે તેવી ભૂલ કદાપિ કરીએ નહિ.
જે મનુષ્ય આ અભ્યાખ્યાનના પાપથી મુક્ત રહે છે તે ઘણું શાંતિ અનુભવે છે. તે કોઈનું ઘસાતું બોલતે નથી. તેને મને સંતોષ રહે છે કે તેણે કઈ ઉપર પણ બેટું આળ મૂકયું નથી, અથવા પરના દેશે લેકે આગળ જણાવવાની ભૂલ કરી નથી. તેમ આ વાત છાની રાખજો, એવું કહેવાનો સમય તેને આવતો જ નથીકારણ કે તે તેવી બાબતે કહેવા કે સાંભળવા ચેપ્પી ના જ પાડે છે.
જે મનુષ્ય અભ્યાખ્યાનના પાપથી સદા બચવું હોય તો બીજાના દોષ નહિ સાંભળવાની કે નહિ કહેવાની દઢ પ્રતિજ્ઞા કરવી જોઈએ. જે મનુષ્ય તેવી વાત સાંભળતા નથી તેના આનંદને પાર રહેતો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com