________________
અત્યાખ્યાનવિરમણ
તે તે લેવા માટે કલાલની દુકાનમાં તેને જવું પડયું હોય. અમુક પુરુષ એક સ્ત્રીની સાથે સંધ્યાકાળે વાત કરતો ઊભે છે, તમે ત્યાં થઈને જાઓ છે, તમે તે પુરુષને ઓળખે છે, તે સ્ત્રીને ઓળખતા નથી. તમે કલ્પના કરે છે કે તે પુરુષ હલકા આશયથી જ તે સ્ત્રી સાથે વાત કરે છે. કદાચ તે તેની બહેન જ હોય અને તમારી કલપના તદ્દન અસત્ય ઠરે, માટે કોઈને માથે પણ દોષ આપતાં ઘણે વિચાર કરે કહ્યું છે કે
કાને સુણી ન માનીએ, નજરે દીઠી સે સચ્ચ નજરે દીઠી ન માનીએ, નિર્ણય કરી સો સચ્ચ.
કેઈના સંબંધમાં કાને સાંભળેલી વાત ન માનવી, પણ જે નજરે જોવામાં આવે છે તે માનવી, પણ કવિ આગળ વધીને કહે છે કે-નજરે દીઠેલી વાત પણ ખોટી પડવાનો સંભવ છે માટે તેને નિર્ણય કરે અને નિર્ણય કર્યા પછી જે બાબત સત્ય ઠરે તેને સત્ય માનવી.
એક વાર એક ક્ષત્રિયપુત્ર પિતાની પત્ની તથા બહેનને ઘરમાં મૂકી પરદેશ ગયે. તે ચાર વર્ષે આવી ગામ બહાર ઉતર્યો. તેના મનમાં પોતાની સ્ત્રીના શીલની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ, તેથી તે રાત્રિએ પિતાને ઘેર આવ્યા અને જોયું કે પોતાની સ્ત્રી એક પથારીમાં સૂતી છે અને તેની બાજુએ એક પુરુષ સૂતે છે. તેના ક્રોધને પાર રહ્યો નહિ. તે બન્ને ઉપર તરવાર કાઢી ઘા કરવા જતા હતા તેવામાં સ્થાનમાંથી તરવાર કાઢતાં થએલા ખડખડાટથી તે પુરુષ જાગી ઉઠ્યો. તે પુરુષ તે બીજે કોઈ નહિ, પણ તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com