________________
અલ્યાખ્યાન વિરમણ
મૂકવામાં આવે, જ્યાં તેના વર્તન ઉપર બેટું આળ મૂકાય ત્યાં તે મનુષ્યની સ્થિતિ ઘણી દુઃખદ થઈ પડે છે. આવા આક્ષેપ જેમના પર મૂકાયા હોય તેઓને રાતદિવસ ઊંઘ પણ ન આવે. “લેકે મારે વિષે ખોટો અભિપ્રાય ધરાવશે તે મારું શું થશે? મારી કીર્તિ જશે પછી હું કેવી રીતે જીવીશ? ” આવા વિચારે કરવામાં તેની રાત્રિ પસાર થઈ જાય છે. અને તેનું ઓશીકું તેના આંસુવડે ભીંજાય છે.
જ્યાં પ્રથમ મહે મલકાતું હતું ત્યાં હવે કટાક્ષ જ નજરે પડે છે. આ સ્થિતિ શું ઓછી દુસહ્ય છે?
મનુષ્ય ઉપર જે ખેટો આક્ષેપ મૂકાય—અને જે તે મનુષ્ય બહુ જ લાગણ–સ્વભાવવાળો હોય તે તેના દુઃખને પાર રહેતો નથી. જે જગતમાં જીવતી નરક હોય તો તે સમયના તે મનુષ્યના મનની સ્થિતિ છે. જ્યારે ઘણું ખાટા આક્ષેપો મૂકવામાં આવે છે ત્યારે કેટલીક વાર તો કર આત્માઓ પણ ડગી જાય છે, તથા નિરાશા અને શેકને વશ થાય છે, તે પછી સામાન્ય પામર આત્માઓની તે સ્થિતિનું શું વર્ણન થઈ શકે? જેમની પ્રતિષ્ઠાને નિષ્કારણ હાનિ પહોંચી હોય, તેવા મનુષ્યની સ્થિતિમાં તમારી જાતને મૂકે એટલે તમને આ અભ્યાખ્યાનનું–બીજાને માથે બેડું આળ મૂકવાનું–કેટલું ઘોર પાપ છે તેને ખ્યાલ આવશે.
એવા દુષ્ટાંતે વાંચવામાં આવે છે, તેમજ ઘણાના અનુભવમાં પણ હોય છે કે મનુષ્ય ચારિત્રપ્રતિષ્ઠાની હાનિ થતાં આપઘાત પણ કરી બેસે છે.
આ પ્રમાણે સામાને નુકસાન થાય છે, એટલું જ નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com