________________
દર
પવિત્રતાને પંથે જે પાપ કરીએ છીએ તેમાં મોટામાં મોટું અભ્યાખ્યાન છે, તે વડે આપણે બીજાના ચારિત્રની ચોરી કરીએ છીએ.
આ અભ્યાખ્યાન અથવા બીજાને આળ દેવાની વૃત્તિ શા કારણથી અને કેવી રીતે ઉદ્ભવે છે? તેને આપણે વિચાર કરીએ. કે મનુષ્ય સામાન્ય રીતે બીજા મનુષ્યને હલકા ગણે છે, એટલે તેમનું ઘસાતું બોલવું, એ તેને કાંઈ ખોટું કે ભૂલભરેલું લાગતું નથી. તે માને છે કે બીજાને હલકા પાડવાથી પોતાની પ્રતિષ્ઠા વધશે. તેને બીજાના ગુણે અથવા શક્તિઓ પ્રત્યે ઈર્ષ્યા આવે છે અને તે પિતાની ઈર્ષ્યા ઘણી વાર બીજા પર ખોટા આરોપ મૂકીને પ્રકટ કરે છે. તેનામાં પ્રદ ગુણનો અભાવ હોય છે. વળી મનુષ્યોને બીજા ઉપર દોષ મૂકવામાં અથવા બીજાના દોષે વર્ણવાતા હોય તો તે સાંભળવામાં રસ આવે છે. આ રસ ઘણું જ હલકા પ્રકારનું છે. અને જે મનુષ્યને આવા બીજાઓના ચારિત્ર પર મૂકાતા આક્ષેપ સાંભળવામાં રસ પડતું હેય તે જીવાત્માને પોતાના વિકાસ વાસ્તે ઘણું કરવાનું છે. કેટલાકને સમયને શી રીતે સદુપયેગ કરો તે સુઝતું નથી અને તેથી તેઓ આ પ્રમાણે બીજાઓની બદબાઈ કર્યા કરે છે. પિતાના આ કર્તવ્યનું કેવું માઠું પરિણામ આવશે, તેની તે બિચારાઓને ખબર પણ હોતી નથી, પણ આ અભ્યાખ્યાન–અથવા બીજા પર ખોટું આળ ચડાવવું–એ બ જ મોટો દોષ છે.
તેનાં પરિણામને જે આપણે વિચાર કરીએ તે જરૂર આપણને લાગે કે જ્યાં મનુષ્યના ચારિત્ર ઉપર આક્ષેપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com