________________
વસ
કરવા
થી માલે
અ
ને
વાળ
પવિત્રતાને પંથે છે અને કુસંપથી રાજ્ય, જ્ઞાતિઓ તથા કુટુંબ નાશ પામ્યાના અનેક દાખલાઓ મોજુદ છે.
આ કલહ દૂર કરવાને સાથી ઉત્તમ માર્ગ તે હૃદયની ઉદારતા છે; કારણ કે જે હૃદયમાં ઉદારતા નહિ હોય તે તે કટુ વચનરૂપે પ્રકટ થયા વિના રહેશે નહિ અને કટુ વચન એ જ કલહનું મોટું કારણ બને છે, માટે કલહને ત્યાગ કરવા મનુષ્ય જીભ ઉપર ઘણે સંયમ રાખ. જે એક મનુષ્ય ક્રોધથી બેલે અને બીજે મન રહે તે ઝઘડે બંધ થવાને સંભવ છે, પણ જે બને વાણ ઉપર સંયમ ખોઈ બેસે તો જરૂર કલહ ઉત્પન્ન થાય. બે હાથ વિના તાળી પડતી જ નથી. એક જણ દેરી બેંચે અને બીજે ઢીલી મૂકે તે દોરી તૂટે નહિ, પણ જ્યાં બે જણ સામસામી દોરી ખેંચે ત્યાં તે તૂટી જવાને સંભવ છે.
જે મનુષ્યમાં નમ્રતા છે તે ઘણા કલહને દૂર હઠાવી શકે છે. વાણની કડવાશ જ મોટે ભાગે કલહનું કારણ બને છે. જે મનુષ્યની વાણીમાં મીઠાશ હોય છે તો તેને ઠપકો પણ બીજાને લાભકારી થાય છે. આ વાણીની મીઠાશ અથવા કડવાશને આધાર હદયના ભાવ ઉપર હોય છે. જે હદયમાં બીજાને ઘા મારવાની અથવા બીજાને પરાસ્ત કરવાની અથવા હરાવવાની વૃત્તિ ન હોય તે વાણી પણ તેવી જ નીકળે છે અને ગમે તેવો વિગ્રહ અટકી જાય છે. શત્રુને હસીને મિત્ર બનાવી શકાય, એ લેકોક્તિમાં અપૂર્વ સત્ય રહેલું છે, માટે કલહને દૂર કરવા માટે વચન સત્ય અને પ્રિય હોવું જોઈએ. કેઈક સત્ય વાત બીજાને કડવી લાગે પણ તે કહેવા કહેવામાં બહુ ફેર હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com