________________
te
પવિત્રતાને પથે
વચ્ચે પણ ઝઘડાએ ઊભા થાય. તેમના સંબંધમાં એક સસ્કૃત
કવિએ કહ્યું છે કે:
अहो खलभुजंगस्य, विचित्रोऽयं वधक्रमः । अन्यस्य दशति श्रोत्रं, अन्यः प्राणैर्वियुज्यते ॥
દુષ્ટ પુરુષરૂપ સર્પની બીજાનેા વધ કરવાની રીત કાંઇક વિચિત્ર છે. તે એકના કાનમાં ડસે છે અને બીજો મનુષ્ય મરણ પામે છે. અર્થાત્ દુષ્ટ અને કલહશીલ પુરુષા લેાકેાના કાન એવી વાતેથી ભંભેરે છે કે જેથી બીજાને મેાટુ નુકસાન થાય અને કેાઇ વાર તે મનુષ્યને મરવાના સમય આવે.
""
કલહ ઉપર જણાવ્યા પ્રમાણે નાની નાની ખાખતમાંથી પ્રકટે છે. કહેવત છે કે “ રાગનું મૂળ ખાંસી અને કલહનું મૂળ હાંસી. ” કાઇની ઠઠ્ઠા મશ્કરી કરતાં સામેા મનુષ્ય ચીડાઈ જાય અને તેમાંથી માટે કલહ ઉત્પન્ન થાય. જો ખાંસીને ન રોકવામાં આવે તે તે ક્ષયરેાગનું કારણુ થઇ પડે છે, તેવી રીતે મશ્કરી પણ કલહ-કંકાસનું કારણુ થઇ પડે છે.
કલહુના સંબંધમાં આપણે એક દૃષ્ટાંત વિચારીશું. દશરથ રાજાને ત્રણ સ્ત્રીઓ અને ચાર પુત્ર હતા. જ્યારે પેાતે વૃદ્ધ થવા આવ્યા ત્યારે કૌશલ્યાથી ઉત્પન્ન થયેલ પેાતાના વડીલ પુત્ર રામચંદ્રને રાજગાદી આપવા તેમણે નિશ્ચય કર્યાં. સ મત્રીઓએ પણ તે કામને સમતિ આપી. આ વાતની ખબર કૈકેયીની દાસી મંથરાને પડી. તે કશ અને કલપ્રિય સ્વભાવવાળી દાસી મથરાએ કૈકેયીને કહ્યું કે– આવતી કાલે રામચંદ્રને ગાદી મળવાની છે. તમે જાણા છે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com