________________
પ્રકરણ ૧૨ મું.
કલહવિરમણુ. વસ્તુતઃ પ્રથમના પાંચ પાપસ્થાનક મુખ્ય છે અને તેને ટેકે આપનારા ૬ થી ૯ સુધીનાં પાપસ્થાનકે ક્રોધ, માન, માયા અને લેભ છે. એ પાપનાં કાર્યોને આ ચાર કષાયથી ઘણું બળ મળે છે. ૧૦ થી ૧૮ સુધીનાં પાપસ્થાનકે તે ૧ થી ૯ સુધીના પાપસ્થાનકના સંમિશ્રણથી પ્રગટે છે.
હવે આપણે ૧૨ મા પાપસ્થાનક કલહને વિચાર કરીએ. કલહ એટલે કજીઓ-કંકાસ, બીજાઓ સાથે ઝઘડો વગેરે. જ્યાં કલહ હોય ત્યાં કુસંપ પ્રગટે છે અને તે અનેક અનર્થોનું મૂળ બને છે.
કલહની ઉત્પત્તિનું કારણ કયાં તો ક્રોધ હોય છે અથવા અભિમાન હોય છે. પિતાના વિચારો સત્ય છે, એમ મનુષ્ય માને છે અને તેથી તે વિચારોની વિરુદ્ધ જેના વિચાર હાય. તેની સાથે ઝઘડામાં ઉતરે છે, કલહ કરે છે. જ્યાં હદયની ઉદારતા નથી ત્યાં નજીવી બાબતો પણ મોટા કલેશનું કારણ થઈ પડે છે. જે મનુષ્યને કલહ કર હોય તેને કારણે શોધવા દૂર જવું પડે તેમ નથી. તે જ્યાં કારણે ન હોય ત્યાં પણ નવા કારણે પેદા કરે છે.
વરુ અને ઘેટાની વાત સર્વના જાણવામાં હશે. વરુને ઘેટા સાથે કોઈ પણ રીતે કલહ કર હતું. એક નદીના કિનારે વરુ અને ઘેટું બંને પાણી પીતાં હતાં. વરુએ કજીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com