________________
hહવિરમણ
કરવાના ઉદ્દેશથી ઘેટાને કહ્યું “તું પાણી કેમ ડાળી નાખે છે ? મારી પાસે પાણી મેલું થઈને આવે છે.” ઘેટાએ કહ્યું કે “તમે નદીના ઉપરના કાંઠે છે, તે તમારી તરફનું પાણું મારી તરફ આવે છે, તે પછી હું કેવી રીતે પાણીને ડોળીને બગાડતે હોઈશ?” તે કલહશીલ વરુએ પ્રત્યુત્તર વાગ્યે
પણ તેં મને છ મહિના પર ગાળ કેમ દીધી હતી?” ઘેટાના બચ્ચાએ કહ્યું કે “મને જગ્યાને જ બે માસ હજુ પૂરાં થયાં નથી તે હું છ માસ પૂર્વે તમને ગાળ કેવી રીતે દઉં?” ત્યારે વરુ બોલી ઉઠયું “તેં ગાળ નહિ દીધી હોય તે તારા બાપે ગાળ દીધી હશે ” આમ કહી તે ઘેટા પાસે જઈ તેને મારી નાખ્યું અર્થાત્ કજીએ કરનારને તે લડવાનાં સે બહાનાં જડે છે.
એક મીયાં સાહેબ પોતાના પુત્ર સાથે જતા હતા. કઈ વટેમાર્ગુએ પૂછયું કે “કેમ મીયાં સાહેબ આ તમારે પુત્ર છે !” મીયાએ જવાબ આપે. “શું મારે નહિ તે તારા બાપને છે?” પછી પેલે વટેમાર્ગ બે “ખુદા તેને અચ્છે રખે. ” મીયાએ કહ્યું “તેરા ચલે તે માર ડાલીએ.” આવી રીતે જેની વૃત્તિ લડવાની હોય તે તે વાતવાતમાં છિદ્રો શેાધી બીજાઓથી ઝગડો ઊભું કરે.
આવા સ્વભાવવાળા પુરુષો જ્યાં જાય ત્યાં પોતાની જભવડે કલહ ઊભું કરે છે. તેમની જીભમાં મીઠાશ બીલકુલ હોતી નથી. તેમની જીભ કુહાડાના ઘા જેવી હોય છે.
તેઓ જાતે કલહ કરે છે અને બીજામાં કલહ કરાવે છે. તેઓ એવી વાત કરે છે કે ઘણા મિત્રો અને સંબંધીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com