________________
પવિત્રતાને પથે
પણ આ અભ્યાખ્યાનનું પાપ કરનારને પોતાને અશાંતિ રહે છે, તેની વાણું અસત્યમય બને છે. તે બીજાના દોષો જેવામાં અને કહેવામાં, બીજાઓમાં રહેલી સારી બાબતો જોઈ શકતો નથી. તેના મનમાં પરના દેષનાં કાળાં ચિત્ર રમે છે, તે તેવાં જ કાર્યોને જન્મ આપે છે. અભ્યાખ્યાનના માઠા પરિ. ગ્રામનો ખ્યાલ આપ્યા પછી તે ત્યાગવાના ઉપાય વિચારીએ.
પ્રથમ તો મનુષ્ય વાણું ઉપર સંયમ રાખ. કોઈના પણ દોષ જાહેર કરતાં પહેલાં બહુ વિચાર કરવાની જરૂર છે. બીજાઓ આપની સન્મુખ કોઈના દોષે જણાવે, તો તે એકદમ માની લેવા નહિ. તેવા મનુષ્યોને કહેવું કે “તમે કહો છે તે વાત ખરી ના પણ હોય, અને કદાચ હોય તે પણ તે વિષે ન બોલવું એ વધારે હિતકારી છે. ” ઘણા લેક અમુક મનુષ્ય ઉપર આરોપ મૂકે છે, માટે આપણે યણ તે મૂકે એ મૂર્ખતા છે. ઘણા અમુક પાપ કરે છે, તેથી કાંઈ પાપની એાછાશ થતી નથી અથવા કર્મ તેને છોડી દેતું નથી. બીજાની મૂર્ખતા કાજે આપણું મુખથી ઝેર લેવામાં લાભ શે ? આપણે બીજાના આશયોની તુલના કરવામાં ઘણીવાર ભૂલ કરીએ છીએ. આપણે અમુક કાર્ય જોઈએ છીએ, પણ તે કાર્ય કરવાને તેને આશય જોતા નથી અને તેને માથે નિષ્કારણ દોષ મૂકી તેને ફજેત કરીએ છીએ. આ રીતે મોટું પાપ આપણે શિર આવે છે. એક મનુષ્ય કલાલની દુકાનમાંથી નીકળે માટે તે દારૂ પીવા માટે જ ગયો હતો, એમ માની લેવું એ મોટી ભૂલ છે. કદાચ તેના ઘરમાં કોઈને વાગ્યું હોય અને તેને વાતે દારૂની જરૂર હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com