________________
૮૪
પવિત્રતાને પથે
જોઈએ. ” એ કહે “તેને હાથીના પગ તળે છુંદાવો જોઈએ.” આ પ્રમાણે સૌએ પોતપોતાને અભિપ્રાય આપે. ત્યારે રાજાએ શાંત ચિત્તે કહ્યું “પણ જ્યારે હું જંગલમાં ભૂલે પડ્યો હતો ત્યારે આ બ્રાહ્મણે મને પાણી પાયું હતું, અને રસ્તો બતાવ્યા હતા; માટે તેને આ ગુન્હા હું માફ કરું છું ” તે પછી બ્રાહ્મણને છૂટે કરવામાં આવ્યું. તે પિતાને ઘેર ગયે. પોતાના ઘરનાં બે ત્રણ આભૂષણે તે રાજપુત્રને પહેરાવીને તેને રાજસભામાં લઈને આવ્યું. રાજા તથા રાજ સભા સવે વિમિત થયાં. કારણ પૂછતાં તેણે જણાવ્યું કે-આ આપની પરીક્ષા માટે હતું અને તે પરીક્ષામાં આપ સફળ થયા છે.
આ દષ્ટાંત ઉપરથી આપણે એ વિચારવાનું કે–જે કેઈ મનુષ્ય આપણા પર કરેલા નાના સરખા પણ ઉપકારનું સમરણ કરીએ તો તેના પ્રત્યે દ્વેષ ઓછો થવા લાગે છે. રાજર્ષિ ભર્તૃહરિના શબ્દોમાં
परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं । निजहदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥
પરના લેશમાત્ર ગુણને પણ પર્વત તુય માની નિત્ય પિતાના હૃદયમાં આનંદ પામનારા કોઈક ઉત્તમ જને જ હોય છે. વળી મહાપુરુષોએ લખ્યું છે કે-દ્વેષનું ઔષધ દ્વેષ નહિ પણ પ્રેમ છે. દ્વેષ કદાપિ દ્વેષથી નાશ પામે નહિ પણ તેને નાશ કરવાને સૌથી શ્રેષ્ઠ ઉપાય પ્રેમ છે. જેને વંદિત્તા સૂત્રમાં નિત્ય જણાવે છે કે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com