________________
દ્રષવિરમણ તે બ્રાહ્મણને કોઈ પ્રસંગે શહેરમાં આવવા આમંત્રણ આપ્યું. તે બ્રાહ્મણ શહેરમાં આવ્યે. રાજાએ તેને સન્માન આપ્યું, અને પોતાની સભામાં એક સભાસદ બનાવ્યું. રાજા વારંવાર એમ બેલ્યા કરે કે “બંધુઓ! તમે આ ભાઈને ઓળખે છે ? જ્યારે હું જંગલમાં ભૂલે પડ્યો હતો ત્યારે તેણે મને પાણી પાયું હતું તેમજ રસ્તો બતાવ્યો હતે.” વળી પાંચ દિવસ થાય ત્યારે રાજા એના એ શબ્દો ઉચ્ચારે તે બ્રાહ્મણના મનમાં આવ્યું કે “રાજા મારે ખરો આભાર માને છે કે મારી મશ્કરી કરે છે તેની પરીક્ષા કરવી જોઈએ.” તે હેતુથી એક દિવસ રાજાના પુત્રને છાનોમાને લઈ જઈ પિતાના મકાનમાં ચોથે માળે રાખે. શહેરમાં બૂમ પડી કે રાજાના છોકરાને કઈ હરી ગયું છે. ઘણુ તપાસ ચાલી. આ બ્રાહ્મણે તે રાજપુત્રનું એક આભૂષણ લઈ પિતાના નોકરને તે વેચવા સારુ કર્યો. તે નકર પકડાય અને તેણે શેઠનું નામ આપતાં પોલીસે આવી તે બ્રાહ્મણને પકડ્યો. તેને રાજા પાસે લઈ જવામાં આવ્યું. રાજાએ હકીકત પૂછી ત્યારે તે બ્રાહ્મણે આંખમાં આંસુ લાવી કહ્યું: “હે મહાભાગ ! તમારા પુત્રના શરીર પરના આભૂષણ જોઈ મારી બુદ્ધિ કબુદ્ધિ થઈ અને તેથી મેં તે પુત્રને મારી નાખે.” આસપાસ બેઠેલા સામંતેની ચક્ષુઓમાંથી અગ્નિ કરવા લાગ્યો. એક સામંતે કહ્યું: “આવા કૃતની બ્રાહ્મણને બરાબર શિક્ષા થવી જોઈએ. તેના રાઈરાઈ જેટલા ટુકડા કરવા જોઈએ ” બીજે બેલ્યો “તેને લીલા કાંટાવડે બાળ જોઈએ.” ત્રીજે કહે “તેને જમીનમાં દાટી પંચ ઈટાલી કરી મારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com