________________
ઢષવિરમણ તે વૃદ્ધિ પામ્યાં કરે છે, અને પછી તેને કાઢી નાખવાનું કામ ઘણું કઠણ થઈ પડે છે.
દ્વેષથી મનુષ્ય સામાનું બૂરું ઈચ્છયા કરે છે. સામે મનુષ્ય દુઃખ પામે, માંદો પડે, અનેક રીતે હેરાન થાય તેવી વૃત્તિ દ્વેષથી જન્મે છે. આ વૃત્તિ જે લાંબો સમય રહે, તો અતિ તીવ્ર કર્મબંધ થાય છે અને તેથી વિકાસ મંદ પડી જાય છે. વળી લાંબા સમય સુધી કરેલા વિચારોનું બળ એટલું વધી પડે છે કે દ્વેષના વિચારવાળે બીજાને હેરાન કરવા પણ ચૂકતો નથી અને લાગ આવે તેને નુકસાન પણ કરે છે.
વળી દ્વેષથી મનુષ્ય જેના ઉપર દ્વેષ કરતો હોય તેના ચારિત્ર ઉપર અનેક આક્ષેપ મૂકે છે. સામાના ચારિત્રને એવું તે કાળું ચિતરે છે કે બીજા મનુષ્ય પણ કાંઈક તે સત્ય હશે, એમ માનવાને દેરાય છે. જે મનુષ્ય બીજાઓ ઉપર દ્વેષ રાખે છે તેના મનની અસર શરીર પર થવા લાગે છે. ઠેષ અથવા ક્રોધથી શરીરનું લેહી ઝેરી બને છે, અને તે મનુષ્યના શરીર પર નૂર આવતું નથી.
જ્યારે કોઈ ઉપર આપણને પ્રેમ થાય છે ત્યારે આપણુમાં “વધારો થયે એવું લાગે છે. આપણે સામાની હુંફથી આગળ વધતા હોઈએ એમ જણાય છે, પણ જ્યાં કેઈ ઉપર દ્વેષ થયે ત્યાં સંકુચિતતા જન્મે છે. સામા મનુષ્યને જોતાં આપણે આત્મા અંદર ઘુસતા હોય, પાછો હઠતા હોય એમ લાગે છે. આપણને “એાછાપણા”નું ભાન થાય છે. આપણામાંથી કાંઈ જતું રહ્યું હોય એવું લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com