________________
પ્રકરણ ૧૧ મુ
દ્વેષવરસણુ,
અગિયારમું પાપસ્થાનક દ્વેષ છે અને દ્વેષમાં ક્રોધ અને માનના સમાવેશ થાય છે, જ્યાં ક્રોધ કે માન હાય ત્યાં દ્વેષ પ્રગટે છે.
દ્વેષની વ્યાખ્યા શ્રીમદ્ આનંદઘનજી આપે છે કે “ દ્વેષ અરેચક ભાવ. ’” જ્યાં અરુચિ થઇ ત્યાં દ્વેષનું બીજ રાપાય છે, અને તે ખીજને વ્હેમ, શકા, પરસ્પર ગેરસમજણુ વગેરે સાધના મળતાં તે ખીજ વૃક્ષરૂપે પરિણમે છે. દ્વેષનુ મુખ્ય કારણ જુએ તે રાગ છે. આપણને અમુક વસ્તુ અથવા બાબત પર રાગ અથવા રુચિ હાય, હવે તેની પ્રાપ્તિમાં જે કેાઈ અંતરાયભૂત થાય તેના પર સ્વાભાવિક રીતે દ્વેષ પ્રકટે છે. વળાવ્ દ્વેષોઽપિ જ્ઞાયતે ।રાગથી દ્વેષ પ્રકટે છે. આના અર્થ એવા નથી કે જેના પર રાગ હાય તેના જ પર દ્વેષ થાય છે, પણ રાગની વસ્તુ અથવા મનુષ્યમાં જે કાંઇ અંતરાયભૂત થાય તેના પ્રત્યે દ્વેષ પ્રકટે છે.
રાગ અને દ્વેષના સંબધમાં એક મેટાલેદ એ છે કે રાગ મનુષ્ય તેમજ વસ્તુઓ પ્રત્યે થાય છે, અને દ્વેષ કેવળ મનુષ્યે પ્રત્યે થાય છે. જે જીવને વસ્તુઓ પ્રત્યે દ્વેષ થાય તે તેા બહુ જ પામર જીવ સમજવા. કોઇ મનુષ્ય ચાલતાં થાંભલા સાથે અથડાય અને તેનું માથું કૂટાય તે તેમાં દોષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com