________________
૭૮
પવિત્રતાને પગે
મળતો નથી. પછી તે અંતર્મુખ થાય છે. બાહી વસ્તુઓ ઉપર પોતાના સુખને આધાર રાખતે બંધ થાય છે ત્યારે તેના પોતાનામાં રહેલા આનંદને તેને અનુભવ થવા લાગે છે. પછી તેને બાહ્ય વસ્તુઓ પ્રત્યે રાગ આવતું નથી. વસ્તુઓને ત્યાગ કરવાથી તે વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય જન્મ છે એ વાત સાચી છે, પણ તે વસ્તુઓ પ્રત્યેના રાગને રસ ચાલ્યા જ નથી. તે તે જ્યારે આત્માની ઝાંખી થાય ત્યારે જ ચાલ્યો જાય, કારણ કે ઉચ્ચ બાબતને ખરો અનુભવ થયા વિના હલકી વસ્તુઓ પ્રત્યેની ચિ સર્વથા જતી નથી. છતાં વૈરાગ્યનું કુદરતમાં સ્થાન છે, કારણ કે વૈરાગ્ય એ ઉપશમનું કારણ છે અને લાંબા સમય સુધી જે ઉપશમ સ્થાયી રહે તે તે ક્ષયનું પણ કારણ બને છે માટે બાહ્ય ત્યાગ પણ અમુક અપેક્ષાએ ઈષ્ટ છે. છેવટ તે ઉચ્ચ વસ્તુ–આત્મા ઉપર મન સ્થિર થતાં વૈિરાગ્ય પ્રકટશે, ત્યારે વસ્તુઓના અભાવે તેમજ સભાવે સમાન સ્થિતિ રહી શકશે. આ ભેદ જે સમજવામાં આવે તો રાગી અને ત્યાગી વચ્ચેના ઝઘડાઓને અંત આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com