________________
પવિત્રતાને પથે જે શ્રેષમાં ઉપર જણાવેલા દે હોય તો તે દૂર કરવાને આપણે શું કરવું? શ્રેષને ત્યાગ કરવાના ઉપાય શા? કઈ પણ વૃત્તિ એક ફટકે દૂર થઈ શકે નહિ, પણ ગ્ય વિચારે દ્વારા આપણે તેનો ત્યાગ કરી શકીએ. દ્વેષને ત્યાગ કરવાનો પ્રથમ માર્ગ એ છે કે-જેના ઉપર દ્વેષ પ્રકટતે હોય તે વ્યક્તિના એકાદ ગુણને વિચાર કરો. તેના તે ગુણને સારુ તેના પર પ્રેમ રાખે. પ્રેમ અને દ્વેષ સાથે રહી શકે નહિ, માટે તમારે તેના ગુણ પ્રત્યેનો પ્રેમ પ્રકટતાં દ્વેષ ઓછો થવા માંડશે અને ધીમે ધીમે સર્વથા નાશ પામશે. ઘણું વાર બે મિત્રો, બે ભાઈઓ, બે સ્વજને લડે છે ત્યારે દ્વેષ બહુ જ ઉગ્ર રૂપમાં જન્મે છે. તે તે સમયે શ્રેષને નાશ કરવા ઇચ્છનારે તે મનુષ્ય પ્રથમ કરેલા કોઈ ઉપકારનું સ્મરણ કરવું. જે તેણે કરેલા ઉપકારનું સ્મરણ થશે તો તેના પ્રત્યેનો અણગમો ઓછો થશે. મનુષ્યને
જ્યારે કોઈ નુકસાન કરે છે, અથવા અમુક મનુષ્ય નુકસાન કર્યું એમ લાગે છે ત્યારે તે મનુષ્યના પ્રથમના બધા ઉપકારે ભૂલી જઈ, તે અપકારને જ વિચાર કરે છે અને પરિણામે દ્વેષ જન્મે છે. પણ જે તે સમયે ભૂતકાળમાં તે મનુષ્ય કરેલા ઉપકારનું જરા સરખું પણ સ્મરણ કરે તે તેના દ્વેષને વેગ ઘણે ઓછો થઈ જાય છે.
આ ઉપર એક દષ્ટાંત નીચે પ્રમાણે છે.
એક વખત પરદુઃખભંજન વિક્રમરાજા જંગલમાં ગયે અને ભૂલે પડ્યો. ત્યાં રહેતા એક બ્રાહ્મણે તેને પાણી પાયું અને રસ્તો બતાવ્યું. તે ઉપરથી વિક્રમ રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com