________________
પવિત્રતાને પંથે તેનો પિતાનો છે, છતાં જે તે મનુષ્ય થાંભલા પર દ્વેષ કરે તો તેની આ અજ્ઞાનતા વાસ્તે આપણા હૃદયમાં દયા જ આવે.
આ છેષનું મૂળ અજ્ઞાન છે. જે વસ્તુઓ ખરી રીતે આત્માની નથી તેને આપણી માનીએ છીએ, અને પછી તે વસ્તુઓને કોઈ નાશ કરે, અથવા તે વસ્તુઓ કોઈ આપણું પાસેથી લઈ લે ત્યારે તો તેના પર ક્રોધ પ્રકટે છે. ઠેષ પ્રકટવાનાં બીજા કારણે ક્રોધ કે અભિમાન છે. મનુષ્યને જ્યારે ક્રોધ વ્યાપે છે ત્યારે તે દ્વેષરૂપે પ્રકટ થાય છે. હું બીજા કરતાં મોટે છું, હું જ્ઞાની છું, તપસ્વી છું, ધનવાન છું, એ કઈ પણ અભિમાનને વિચાર આવતાં તે મનુષ્ય બીજાઓને હલકા ગણે છે, બીજાઓ પ્રતિ તિરસ્કારની દષ્ટિથી જુએ છે અને આ તિરસ્કાર વૃદ્ધિ પામતાં દ્વેષનું રૂપ લે છે.
આ શ્રેષમાંથી અનેક અશુભ પરિણામ આવે છે. દ્વેષ પ્રથમ વિચારમાં પ્રકટે છે, પછી અસભ્ય, તિરસ્કારભર્યા વચનો કે હેણ રૂપે પ્રકટે છે અને તેથી ન અટકે તો કલહ-કંકાસ અને છેવટે યુદ્ધરૂપે પ્રકટે છે.
જ્યાં કોઈ પણ મનુષ્ય ઉપર આપણને દ્વેષ પ્રકટે ત્યાં તેની સારી બાજુ જેવાને આપણે અસમર્થ બનીએ છીએ. તેની કાળી બાજુ જ નજરે પડે છે, કઈ તેના ગુણનું વર્ણન કરે તે આપણાથી તે સહન થતું નથી, અને કેઈ તેના છતા કે અછતા દોષનું વર્ણન કરે તે આપણે તે તરત માની લઈએ છીએ.
દ્વેષ પ્રથમ નાની બાબતમાંથી જન્મે છે. પહેલાં બે મનુષ્યો વચ્ચે સહેજ અણબનાવ થાય છે, પણ સમય જતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com