________________
પત દુખ માં મ"
૭૪
પવિત્રતાને પથે રાત્રે પુત્રના પિટમાં ચૂંક આવી. કેટલાક દયાળુ ઉતારૂઓને આ રડતા અને ચીસો પાડતા છોકરાની દયા આવી અને તેમણે તેની સારવાર કરવા માંડી. કેઈકે તેના બાપને ઉઠાડવા પ્રયત્ન કર્યો, પણ તે કહે કે “મને જંપવા દો, એવા તો કેટલાય માંદા પડશે. તેમાં આપણે શું કરીએ?” બીજે દિવસે સવારમાં તે કરે મરણ પામ્યા. બધા ઉતારૂઓ એકત્ર થયા અને તેનું પોટલું તપાસ્યું. તેમાંથી કેટલાક પત્રો નીકળ્યા. તે ઉપરથી તે મનુષ્યને જ છોકરો હતો, એમ કર્યું. હવે તેને ભારે દુઃખ થયું. અત્યાર સુધી તેણે તે યુવક ઉપર મારાપણાનું આરોપણ કર્યું ન હતું, પણ હવે તે માટે પુત્ર છે અને મારો પુત્ર મરણ પામે એ વિચારથી તેને અત્યંત દુઃખ થયું. આ રીતે મમત્વથી રાગ થાય છે અને રાગની વસ્તુ જતાં મનુષ્યને દુઃખ થાય છે.
રાગ મનુષ્ય પ્રત્યે તેમજ વસ્તુઓ પ્રત્યે પ્રકટે છે. રાગ ઉપર જણાવ્યા પ્રમાણે દુઃખનું કારણ છે અને તેનાથી બંધન થાય છે, પણ રાગ અને પ્રેમનો ભેદ આપણે જાણ જોઈએ, કારણ કે આ બે ભિન્ન ભિન્ન તો છે અને તેમનાં ફળ પણ જુદાં જ આવે છે. રાગની અને પ્રેમની વ્યાખ્યા આપણે યથાર્થ સમજવી જોઈએ.
પ્રથમ જણાવ્યા પ્રમાણે મારાપણાને લીધે કોઈપણ વસ્તુ અથવા મનુષ્ય પ્રત્યે જે આસક્તિ થાય તે રાગ, પણ. આ એક જીવ છે, અને તે મારા સંબંધમાં આવ્યું છે, તે મારે તેનું કલ્યાણ કરવું જોઈએ, એવી ભાવનાથી જે કોઈ પણ મનુષ્ય પોતાની સ્ત્રી, પુત્ર અથવા સ્વજને પ્રત્યે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com