________________
રાગવિરમણ
લાગણું રાખે તે તે લાગણું તે પ્રેમ છે. આ પ્રેમ કઈ પણ રીતે બંધનકારક નથી. જેટલા મહાન આત્માઓ થઈ ગયા તે સર્વમાં આ પ્રેમ હતો. તેમને જેટલા સ્વજને હાલા હતા તેટલા જ બીજા જી વ્હાલા હતા, કારણ કે તેમને પ્રેમ આત્માને લઈને ઉદ્ભવ્યો હતે. પ્રેમને લઈને જ મહાન જીવાત્માઓ બીજાનું કલ્યાણ કરવા પ્રેરાય છે. એ ભાવનાથી જ શ્રી મહાવીર પ્રભુએ વિચાર્યું હતું કે “સવિ જીવ કરું શાસનરસી, એસી ભાવ દયા મન ઉલસી.” માટે વસ્તુઓ તથા મનુષ્યની ઉપાધિ -શરીરે પ્રત્યેને રાગ દૂર કરવા જતાં તેમના આત્મા પ્રત્યેની સ્વાભાવિક લાગણ–પ્રેમને ત્યાગ ન થાય, તે સંબંધમાં મનુષ્ય બહુ જ કાળજી રાખવી જોઈએ. ઘણુ મનુષ્ય રાગનો ત્યાગ કરવા જતાં સર્વ મનુષ્ય પ્રત્યેના પ્રેમને પણ ત્યાગ કરે છે અને તેમનાં હૃદય નિષ્ફર અને લાગણી રહિત બની જાય છે. પ્રેમ વગરનું જીવન એ તે જીવન નહિ, પણ જીવતું મરણ છે. જે પ્રેમથી જ આગળ વધે છે. જિનેશ્વરએ જે ચાર ભાવનાઓ જીવાત્માના વિકાસ માટે બતાવી છે, તેમાંની પ્રથમ ત્રણ ભાવના પણ પ્રેમની જ સૂચક છે, પ્રેમ પર જ રચાયેલી છે. તે ભાવનાઓનાં નામ પ્રમોદ, મંત્રી અને કાર્ય છે. આપણા કરતાં વિકાસમાં જે આગળ વધેલા જીવો છે, જેઓ જ્ઞાનમાં, ગુણમાં, શક્તિમાં આપણા કરતાં ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા હોય છે તેવા પ્રત્યે જે પ્રેમ દર્શાવવું તે પ્રમોદભાવ. જ્ઞાન, ગુણ, શક્તિ વગેરેમાં આપણી સમાનકોટિના છ પ્રત્યેનો જે પ્રેમ તે મૈત્રી કહેવાય છે, અને આપણા કરતાં જે લેકે આવી બાબતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com