________________
રાગવિરમણ
૯૩
રાગ મમત્વભાવથી ઉદ્ભવે છે. હું અને મારું એ રાગની ઉત્પત્તિનાં મુખ્ય કારણે છે. જ્યાં મમત્વભાવ ચાલ્યો જાય છે ત્યાં રાગ પણ જતો રહે છે અને તે વસ્તુને નાશ થાય તે પણ વિશેષ દુઃખ થતું નથી. આ ઉપર આપણે એક દષ્ટાંત વિચારીશું.
જયારે રેલ્વે ટ્રેનને મુંબઈ ઇલાકામાં આરંભ થયે ત્યારે ટ્રેઈન અમદાવાદથી મુંબઈ સુધી જતી ન હતી. એક ટ્રેઈન મુંબઈ અને સુરત વચ્ચે દોડે, અને બીજી ટ્રેઈન અમદાવાદ અને સુરત વચ્ચે દોડતી હતી. અમદાવાદને એક માણસ વ્યાપાર કરવા નિમિત્તે મુંબાઈ આવ્યું. તે બે વર્ષના એક પુત્રને મૂકીને આવ્યો હતો. તે વાતને બાર વર્ષ વીતી ગયાં. તે પુત્ર ૧૪ વર્ષને થયે. તે મનુષ્યની સ્ત્રીએ તેને લખી જણાવ્યું કે “હવે પુત્ર ૧૪ વર્ષનો થયો છે, તેને વિવાહ કર જોઈએ, માટે તમે અમદાવાદ આવજે.” તેણે લખ્યું કે-હું આવું છું. આમ પત્રવ્યવહાર ચાલ્યા જ કરે. સ્ત્રી તેને તેડાવવા માટે લખે. તે લખે હું આવું છું. પણ વ્યાપારની ધમાલ છોડી અમદાવાદ જાય નહિ. છેવટે સ્ત્રીએ લખ્યું કે–જે તમે નહિ આવો તે આપણા પુત્રને તેડવા મોકલીશ. તેને પણ “ હું આવવાને છું ” એટલે જ જવાબ મળે. છેવટે સી ચીડાઈ અને તેણે પોતાના પુત્રને મુંબઈ મેક, તે પુરુષ પણ પોતાની સ્ત્રીના ઘણા પગેથી પ્રેરાઈ અમદાવાદ જવા ઉપડ્યો. બન્ને એક જ દિવસે નીકળ્યા. બને રાત્રે સુરત આવી પહોંચ્યા. પિતા કે પુત્ર એક બીજાને ઓળખતા ન હતા. બંને એક જ ધર્મશાળામાં ઉતર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com