________________
૭૨
પવિત્રતાને પંથે (માછલું), ધ્રાણેન્દ્રિય ખાતર ભ્રમર અને સ્પર્શેન્દ્રિયના ઉપભગ ખાતર હાથી મરણને શરણ થાય છે. તે તે જી તે તે વિષય પાછળ અંધ બન્યા હોય છે, તેમની વિવેકશક્તિ બુઠ્ઠી થઈ જાય છે, અને તેઓ તે વસ્તુઓ પ્રત્યેના રાગથી દોરાઈ મરણ પામે છે. એકેક ઇન્દ્રિય પાછળ રાગ રાખવાથી પ્રાણીઓની આ સ્થિતિ થાય, તે જે જીવો પાંચે ઈન્દ્રિ પાછળ અંધ બન્યા હોય તેમની કેવી શોચનીય સ્થિતિ થાય, તે વિચારવા જે પ્રશ્ન છે.
વસ્તુઓ ઉપરનો રાગ મનુષ્યને તે વખત તે સુખ આપનારે લાગે છે. પણ તે વસ્તુ પ્રાપ્ત થતાં તેમાંથી મેહ. કતા ચાલી જાય છે, તેમ છતાં ઘણું તો તે સમજી શકતા પણ નથી અને તે તે વસ્તુ પ્રત્યેના રાગમાં વિશેષ તણાતા જણાય છે, પરંતુ વસ્તુઓ સદાકાળ ટકતી નથી તેમજ જે મનુષ્ય ઉપર આપણને રાગ હોય છે તે પણ સદા ટકતા નથી. કાં તો તે ચાલ્યા જાય છે અથવા તો તેમને છોડી આપણે ચાલ્યા જવું પડે છે. તે સમયે વિયેગનું દુઃખ ઘણું લાગે છે. જેટલા પ્રમાણમાં અમુક વસ્તુ અથવા મનુષ્ય પ્રત્યે આપણે વિશેષ રાગ, તેટલા પ્રમાણમાં તે વસ્તુના અથવા મનુષ્યના અભાવે અથવા વિશે વિશેષ દુઃખ થવા સંભવ છે. સ્વામી રામતીર્થના કહેવા પ્રમાણે “જેટલા રાગના ખીલા હૃદયમાં ઊંડા ઉતર્યા હશે તેટલા જ તે કાઢતી વખતે વિશેષ દુઃખના કારણભૂત થશે.” આ હેતુથી જ શાસ્ત્રકારોએ રાગને ત્યાગ કરવાનું કહ્યું છે. તીર્થકરોનું એક નામ “વીતરાગ” એટલે “ગયો છે રાગ જેને ” એવું આપ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com