________________
પ્રકરણ ૧૦ સું
રાવિરમણ
શમું પાપસ્થાનક રાગ છે. રાગ અને દ્વેષ એ વસ્તુત: ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયાનાં એ સ્વરૂપે. છે. દ્વેષ એ ક્રોધ અને માનના સૂચક છે અને રાગમાં માયા અને લેાભના સમાવેશ થાય છે, એટલે રાગ દ્વેષનું સ્વરૂપ આ ચાર કષાયામાં માટે ભાગે આવી જાય છે; પણ જ્યારે અત્રે આ બે પાપસ્થાનકાને જુદાં ગણવામાં આવ્યા છે તેા તેનું વર્ણન કરવાની જરૂર છે.
રાગની વ્યાખ્યા—રાગ એટલે કેાઇપણ વસ્તુ અથવા મનુષ્ય પ્રત્યે મારાપણાને લીધે જે આસક્તિ થાય તે રાગ, રાગને બંધનકર્તા ગણવામાં આવ્યા છે, કારણ કે તે વૃત્તિ જ્યારે પ્રબળ હોય છે ત્યારે મનુષ્ય નહિ કરવા ચેાગ્ય કામે કરે છે, નહિ મેલવા ચેાગ્ય વચના આધે છે, અને રાગની વસ્તુને ખાતર પેાતાના બધા નિશ્ચયેા અને સનિર્ણયાના ભાગ આપે છે. રાગી મનુષ્યને આંધળા ગણવામાં આવે છે. કહ્યું છે કેઃ—
રામાંથા નૈવ પશ્યન્તિ~રાગથી અંધ થયેલા પુરુષા વસ્તુસ્થિતિને જાણી શકતા નથી.
આપણે શાસ્રોમાં વારંવાર સાંભળીએ છીએ કે કહ્યું. ન્દ્રિયની તૃપ્તિ ખાતર મૃગ, ચક્ષુરિન્દ્રિયના વિષયની તૃપ્તિ ખાતર પત ંગિયું, રસનેન્દ્રિયના વિષયના ભેાગ માટે મીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com