________________
માનવિરમણ
૫૫
દેવું થવાને લીધે આખી જિંદગી સુધી દુ:ખી થશે. જ્યારે મનુષ્યને વિનાશ થવાને હોય ત્યારે તેનામાં ઘણું અભિમાન આવે છે. તે બધા પ્રત્યે ઉદ્ધતાઈથી વર્તે છે. pride gooth before destruction sallel Bei zu setમાન જન્મે છે. અભિમાની પુરુષ પિતાના ગુરુઓ અને વડીલોનું અપમાન કરતાં પણ અચકાતો નથી.
આ માનના ત્યાગ સંબંધીનું એક દષ્ટાંત આપણે વિચારહ્યું. શ્રી કષભદેવને ભારત અને બાહુબળી નામના બે પ્રતાપી પુત્ર હતા. પોતાના અઠ્ઠાણું પુત્રને જુદી જુદી રાજગાદી સોંપી, દીક્ષા લઈ પોતે અનેક સ્થળે વિહાર કરતા હતા. ભરતને ચકવત્તપણાનું સૂચક ચક્ર ઉત્પન્ન થયું. તે ચકવડે તેણે છ ખંડના રાજાઓને વશ કર્યા, પણ બાહુબળીએ તેની આજ્ઞા ન સ્વીકારી. બંને બંધુઓ વચ્ચે તુમુલ યુદ્ધ દીર્ઘ સમય સુધી ચાલ્યું. ભરતે છેવટે બાહુબળી ઉપર પોતાનું ચક્ર મૂકયું. બન્ને ભાઈઓ હોવાથી બાહુબળી પર તે ચક્રને પ્રભાવ ચાલ્યા નહિ, તેથી તે ભરતના હાથમાં પાછું આવ્યું. ભરતે જ્યારે ચક્ર મૂકયું ત્યારે બાહુબળીને ઘણે ક્રોધ ચઢ્યો હતો, પણ જ્યાં ચક્ર બાહુબળીને કાંઈ પણ ઈજા કર્યા વિના ભરતના હાથમાં પાછું જઈને બેઠું, એટલે બાહુબળીની ભાવના ફરી. તેણે પોતાના બંધને મારવાને વિચાર માંડી વાળ્યો, પણ ઉગામેલી મુઠ્ઠી પાછી મૂકવી તે પણ ઠીક નહિ, એમ ધારી પંચમુષ્ટિ લોચ કરી પિતે સાધુ બન્યા. હવે પિતાના પિતા આદીશ્વર પાસે જવાને વિચાર કર્યો, પણ ત્યાં પોતાના ૮ નાના ભાઈએ, જે પ્રથમ દીક્ષિત થયેલા છે, તેમને નમસ્કાર કરે પડશે, એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com