________________
પવિત્રતાને પથે
કુકર્મ ઢાંકવાને ગમે તે પ્રયત્ન કરવામાં આવે, છતાં તે પોતાની મેળે પ્રકટ થાય છે. અને જ્યારે આમ થાય છે ત્યારે લોકોને તેના પરથી વિશ્વાસ ઊઠી જાય છે. પછી ગમે તે સારાં કામ કરે, તે પણ લોકો તેનાં તે કાર્યો પર અવિશ્વાસ અને શંકાની નજરથી જુએ છે.
વળી કપટ કરનારને અસત્યની પરંપરા કરવી પડે છે. પોતે અમુક કપટ કરેલ છે તે છુપાવવાને બીજા કપટને તેને આશ્રય લે પડે છે. વળી તે છુપાવવાને વધારે ભયંકર કપટનાં કામ કરવાં પડે છે. આ રીતે તેવી માયાજાળ એટલી બધી વધી પડે છે કે પોતે જ પોતે રચેલી જાળમાં ફસાય છે અને કપટ બહાર પડતાં વાર લાગતી નથી.
કપટ કરનાર નિરંતર ડરતો રહે છે. તેને જરા પણ શાંતિ મળતી નથી. જ્યારે પોતાનું કપટ બહાર પડશે તે ભય રહ્યા જ કરે છે અને તેથી જગતમાં બેટી રીતે મેળવેલી માનપ્રતિષ્ઠાની વચમાં પણ તેનું હૃદય સળગતું હોય છે. સર્વ ધર્મની ક્રિયાઓમાં પણ ફળને આધાર મનુષ્યના ભાવ ઉપર રાખેલ છે. જે મનુષ્ય લોકોને બતાવવાને, ધમ તરીકે ગણાવાને અને ધર્મના બહાના હેઠળ પિતાનાં કુકર્મ છુપાવવાને બહારથી ધર્મક્રિયાઓ કરે છે તે ક્રિયાઓમાં તેને ભાવ હા નથી તેથી તેને તેનું યોગ્ય ફળ મળતું નથી. આવા મનુષ્ય બકવૃત્તિવાળા કહેવાય છે.
बकवृति समालम्य, वंचकैवंचितं जगत् ॥ બગલા જેવી વૃત્તિ રાખી આવા માયાવી પુરુષોએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com