________________
પવિત્રતાને પંથે
સમયના વહેવા સાથે લોકોની માજશેખની વૃત્તિઓ વધારે પ્રબળ થતી જાય છે અને જે ચીજો જરૂરની છે તે સહેજ માં મળી શકે તેવી હોય છે, પણ આપણે લોકમાં વાહવાહ કહેવરાવવા માગીએ છીએ, લોકોમાં બાહ્ય આડંબરથી માન પ્રતિષ્ઠા પામવા ધારીએ છીએ, અને તેથી ઘણી ચીજો જે પ્રથમ માજશેખની ચીજે ગણાતી હતી તે હાલમાં જરૂરની થઈ પડી છે. આપણી જરૂરિયાત જેમ વધારીએ તેમ વધે છે. જે આપણે ઈટલીના તેમજ પારીસના સુશોભિત ભવ્ય મકાનની જેવી કારીગરીવાળા બંગલાઓ બંધાવવા માગીએ, અથવા હીરા રત્નના આભૂષણ પહેરવા માગીએ, અથવા અરબસ્તાનના ઘેડાની લંડનથી મંગાવેલી ફેટીનમાં બેસવા ધારીએ, અથવા સુગંધીદાર તેલ સાબુ વગેરે વાપરવા ચાહીએ તે આ બધી વસ્તુઓને આપણે જરૂરિયાતના પેટાવિભાગમાં લાવી શકીએ; પણ આ બધી ખરી જરૂરિયાત નથી. શુદ્ધ સાવિક ખોરાક સ્વચ્છ જળ, સારાં ધોયેલાં વસ્ત્ર અને ટાઢ તડકાથી આપણે બચાવ કરે તેવું ઘર–આ ચીજે સાધારણ રીતે જરૂરની ગણાય, કારણ કે શરીરનું રક્ષણ કરવામાં તે ચીજોની ઉપયોગિતા છે અને શરીર તે ધર્મ સાધનામાં મુખ્ય સાધન છે, માટે શરીરના રક્ષણ અર્થે જે ચીજ જરૂરની છે તે સિવાયની બીજી વધારાની કહીએ તો તે અયોગ્ય નથી.
જે મનુષ્યને જળની જેટલી તૃષા હોય તે કરતાં વધારે પીએ, અથવા ભૂખ કરતાં વધારે ખોરાક ખાય તો તેને ઓકવું પડે છે, અને તેમાં કેવળ વધારાને ભાગ–હદ ઉપરાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com