________________
લાભવરમણ
જરૂરિયાતા અને સગવડાને ખાતર જે ધન આવશ્યક હાય, તે સિવાયનું બાકીનું ધન નિરર્થક અને ઘણીવાર તેા એજારૂપ હાય છે. પણુ જો મનુષ્ય માકીના ધનના પરીપકારાર્થે અથવા સત્કાર્યમાં ઉપયાગ કરે તેા તેની સફળતા છે. મનુષ્ય ધનવાન થયા. એટલે તેના ધનને લીધે તે આકૃતિવિદ્યા ( Drawing ) અથવા સંગીતશાસ્ત્રમાં નિપુણુતા મેળવી શકે નહિ. ગરીખ મનુષ્યની માફક તેને તે વિદ્યા શીખવાને મહેનત કરવાની જરૂર છે. તેમજ ધનને લીધે જિતેંદ્રિયપણું, ધૈર્ય આદિ સગુણા આવી જતા નથી. તેમજ ધનને લીધે ધન ઉપર વૈરાગ્ય આવી શકતા નથી, તેમજ પેાતાના આત્માને પરિગ્રહની મર્યાદા કરતાં પણ શીખવી શકાતા નથી. જો મનુષ્યને તૃષા લાગી હાય તે જળ તેની તૃષા છીપાવે છે. જો મનુષ્યને ભૂખ લાગી હાય તેા ખારાક તેની ભૂખ મટાડે છે. જો મનુષ્યને ઠંડી લાગતી હાય તેા ગરમ કેટ પહેરવાથી અથવા અગ્નિ પાસે બેસવાથી તે ઠંડી દૂર ભાગે છે અને તે મનુષ્યને શાંતિ થાય છે. પણ જો જરૂર કરતાં વધારે ખાય તે અજીણું થાય છે, જરૂર કરતાં વધારે પાણી પીવાથી પેટ અકળાય છે અને જરૂર કરતાં વધારે વજ્ર પહેરવાથી તાપ વિશેષ લાગે છે. કુદરતી તંગી પૂરી પડી એટલે કુદરત સંતાષ પામે છે. તેની તંગી કરતાં વધારે વસ્તુએ તેને ભારરૂપ જણાય છે તેમજ નુકશાનકારક નીવડે છે, પણ ધનમાં તેમ નથી. તે ખાખતમાં તેા ધન મળતાં વિશેષ ધનની સ્પૃહા પ્રકટે છે અને આ લેાભના કેાઈ દિવસ અંત આવતા જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઊર્ફ
www.umaragyanbhandar.com