________________
પવિત્રતાને પથે
તન મોનો નાશ, રિત મતો અવંતિ વિત્તા यो न ददाति न भुंक्ते, तस्य तृतीया गतिर्भवति ॥
ધનના ત્રણ માર્ગ છે–દાન, ભેગ અને નાશ. જે દાનમાં આપ નથી અથવા જાતે તેને ઉપભેગ કરતો નથી તેને વાતે ત્રીજી ગતિ ખુલ્લી છે.
જે મનુષ્યને શાશ્વત અને ક્ષણિક વસ્તુઓ વચ્ચે વિવેક હેતે નથી તે પચંદ્રિયની તૃપ્તિમાં પોતાનું સર્વ સામર્થ વાપરે છે અને તેથી જે દ્વારા તે ઇન્દ્રિયોના વિષયે ભેગવી શકે તે ગ્રહણ કરવાને લલચાય છે, અને તે ઈન્દ્રિયવૃમિને અર્થે દુનિયાની વસ્તુઓ મેળવવાનું સાધન જે ધન તે મેળવવા પ્રયત્ન કરે છે. પણ આપણને વિચાર તથા અનુભવથી જણાય છે કે ઇન્દ્રિયજન્ય સુખ શાશ્વત નથી, દુઃખથી ભરપૂર છે, માટે જે આપત્તિથી ભરપૂર હોય તે ખરી સંપત્તિ કહી શકાય જ નહિ. એક કવિએ કહ્યું છે કે – જે સુખમાં ફિર દુ:ખ વસે, સે સુખ નહિ દુ:ખરૂપ; જે ઉત્તગ ફિર ગીર પડે, સે ઉત્તમ નહિ ભવકૂપ.
ત્યારે શું ધન સુખનું સાધન છે? ધન એ સુખનું સાધન છે, પણ ધન એકલું જ સુખનું સાધન નથી. જે ધનવાન પુરુષો સૌથી વિદ્વાન અને સૌથી સદ્દગુણ હોય તે તેમ માનવામાં કાંઈ પણ બાધ નથી, પણ વસ્તુત: તેમ નથી. મનુષ્ય પોતે ધનવાન થાય તે માટે કંગાલ સ્થિતિમાં રહે છે. તેઓ ધનને સાધન તરીકે નહિ ગણતાં સાધ્ય તરીકે ગણે છે. આ જ મોટી ભૂલ છે. આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com