________________
પવિત્રતાને પંથે
૨માં બેસવું પડે છે. આપણે અનેક સ્થળે બંગલાઓ હોય પણ એક વખતે એક જ બંગલાને આપણે ઉપભોગ કરી શકીએ છીએ. ખાવા માટે ૫૦ પ્રકારની વાનીઓ તૈયાર હોય, પણ આપણે તે આપણા શરીરને માફક આવે અને આપણાથી પચાવી શકાય તેટલી જ વાનીઓ ખાઈ શકીએ છીએ; છતાં જીવની ભવૃત્તિની કાંઈ મર્યાદા છે? વસ્તુઓ મળતાં લોભની શાંતિ નહી થતાં ઊલટા લાભ વધે છે. એ જ તેનું વિચિત્રપણું છે. અગ્નિમાં ઘી નાંખવાથી અગ્નિ શાંત નહિ થતાં વૃદ્ધિ પામે છે, તેવી જ રીતે આપણી કામનાની વસ્તુ પ્રાપ્ત થતાં તેવી જાતની વિશેષ વસ્તુઓ મેળવવા હદયમાં વૃત્તિ ઉદ્દભવે છે.
લેભના ગેરફાયદા ઘણું છે. મનુષ્ય લાભને ખાતર અસત્ય બોલે છે. ગમે તેવું જૂઠું બોલતાં તે જરા પણ અચકાતા નથી. જૂઠી સાક્ષી આપે છે, જૂઠા દસ્તાવેજો લખે છે. લોભી મનુષ્યમાંથી દયા તે દૂર જ ભાગે છે.
स्वामिगुरुबन्धुवृद्धानबलाबालान् जीर्णदीनादीन् । व्यापाद्य विगतको लोभातों वित्तमायत्ते ॥
લોભને વશ થયેલે પુરુષ પોતાના માલીક, ગુરુ, બધુ, વૃદ્ધ, સ્ત્રી, બાળક તથા ક્ષીણ, દુર્બલ અને અનાથને પણ શંકા રહિતપણે મારીને ધન ગ્રહણ કરે છે. “It is the root of all evil” લેભ સર્વ અનર્થોનું મૂળ છે. આથી મનુષે ઘાતકી અને નાદાન થાય છે. બીજાઓના વૈભવની ઇર્ષા કરે છે, પોતાના હાથ નીચે મૂકાએલા નિરાધાનું ધન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com