________________
લભવિરમણ
૬૫
હરી લે છે, અને ગરીબ પર જુલમ પણ ગુજારે છે. મનુષ્ય લેભથી પોતાના પિતાની ઉમ્મર પૂછવા દોરાય છે. લેભથી આપણે ભાગીદાર ગીધ જે બને છે અને આપણે મિત્ર ચાર બને છે. કહ્યું કેअर्थमनर्थ भावय नित्यं, नास्ति ततः सुखलेशः सत्यम् । पुत्रादपि धनभाजां भीतिः, सर्वत्रैषा विहिता रीतिः ॥१॥
ધનને નિરંતર અનર્થરૂપ માને, તેથી સુખને લેશ પણ સત્ય રીતે નથી; પૈસાદારને પુત્ર તરફથી પણ ભય રહ્યા કરે છે, આવી રીત સર્વત્ર ફેલાયેલ છે. ધનને ખાતર ભાઈઓ લડે છે, મિત્રો છૂટા પડે છે અને સંબંધીઓ વચ્ચે શત્રુતા પ્રગટે છે.
આપણે પાંચમા પાપસ્થાનકનો વિચાર કરતાં જોયું હતું કે ધનની જરૂર છે. ધન સાધન તરીકે યોગ્ય છે, પણ ધનને ખાતર જ જેઓ ધન એકઠું કરવા પ્રયત્ન કરે છે તેઓ ધનથી મળતું સુખ પણ ભેગવી શકતા નથી, તેઓમાં દાનવૃત્તિ હોતી નથી, તેમજ તેઓ પોતાને વાસ્તુ પણ તેને ચગ્ય ઉપયોગ કરી શકતા નથી, કારણ કે તેઓ ધારે છે કે ધન વાપરવાથી ખૂટી જશે. આવા મનુષ્યની સ્થિતિ ભ્રમર જેવી થાય છે કે
મધુ સંચય કરી મરી રહ્યો, ભ્રમર કેવળ અજાણ
ના દીઠું ના ભેગવ્યું, નાહક ખાયા પ્રાણ. | માટે લેભવૃત્તિને ત્યાગ કરવાને ઉદારતાને-દાનને પાઠ શીખવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com