________________
માયાવિરમણ
૫ ત્રીજા પ્રકારને જ ભાવ જોવામાં આવે છે. આવી જ સ્થિતિ તેને માયા કહેવામાં આવે છે. આ કપટ કરવાની ટેવ પડી, પછી તે જવી ઘણી મુશ્કેલ છે. મનુષ્યોને કોધ કે માન કે લોભ બહાર પ્રકટ દેખાઈ આવે છે તે છુપાવવા પ્રયત્ન કરવા છતાં છુપાતા નથી પણ માયા એટલે છેતરવાની ક્રિયા બીજાથી સમજાય નહિ માટે તેને વશ થયેલાને સુધારવાને બીજે કઈ ઉપદેશ પણ આપી શકે નહિ, અને ધીમે ધીમે તેનું બળ વધવા લાગે છે, એટલે તે માયા તે મનુષ્યને આખે ગળી જાય છે. સંસ્કૃતમાં માને અર્થ નહિ અને જા એટલે જવું એ થાય છે, માટે જે એક વાર વળગ્યા પછી છુટે નહિ તે માયા કહેવાય.
માયા-કપટ કરવાથી ઘણા ગેરફાયદા થાય છે. મેટામાં મટે ગેરફાયદો એ કે માયા કરનારના જ્ઞાનચક્ષુ પર પડળ આવી જાય છે. કપટ કરવાથી તેના મન પર આવરણ આવે છે. વારંવાર અસરલ અને કપટભર્યા વિચાર કરવાથી મનની વક્ર ગતિ થાય છે અને તેથી આત્મા પોતાની શક્તિઓ બરાબર પ્રકટ કરી શકતો નથી. માયાવી મનુષ્ય સત્ય જાણું શકતા નથી. તે બીજાને છેતરવા જાય છે, પણ જાતે જ છેતરાય છે. વળી કપટ કરનાર થોડે સમય ફાવે, થડે સમય લોકોને છેતરે, પણ અંતે તે તેનું પાપ ઉઘાડું પડ્યા વિના રહેતું જ નથી, કારણ કે અંતે તે truth will be out સત્ય વસ્તુ ઉઘાડી પડશે જ. જ્ઞાનાર્ણવકાર જણાવે છે કે – ___ छाधमानमपि प्रायः, कुकर्म स्फुटति स्वयम्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com