________________
માનવિરમણ
પs
થતું હોય તે વિચારવું કે આપણું બળ ઘણું પશુઓના બળ કરતાં પણ ઓછું છે. આપણી નિર્બળતાઓને પાર નથી. અને આપણું આ શારીરિક બળ કયે વખતે ઘટશે તે કોણ જાણે છે? તો પછી તે સંબંધી મદ કરવો એ કેમ વાજબી ગણાય?
ધન મદ યા લાભમદ–આ મદ પણ અયોગ્ય છે, કારણ કે પોતાના કરતાં બીજા વિશેષ ધનાઢ્ય લોકો જગતમાં વસે છે. અને જે સોનાથી મનુષ્યને મદ થતો હોય તે સેનાની ખાણે આગળ તેનું સેનું શા હિસાબમાં છે? અને લક્ષમી ચંચળ સ્વભાવની હેવાથી કયે વખતે ચાલી જશે તે કોણું કહી શકે તેમ છે? આપણે અનેક મનુષેના સંબંધમાં દશાના વારાફેરા જોઈએ છીએ, તે પછી તે સંબંધમાં અભિમાન કરવાનું કોઈ કારણ નથી.
જ્ઞાનમદ–વિદ્યામદ અથવા જ્ઞાનમદ. એ સાથી ભયંકર મદ છે. બધા મદને આપણે જ્ઞાનથી–સમજણથી દૂર કરી શકીએ, પણ જ્યાં જ્ઞાનને જ મદ થાય, વાડ જ ચીભડાં ચારે, પોતાની માતા જ ઝેર આપે ત્યાં સ્થિતિ ઘણું શોચનીય છે. જેરેમી ટેલર લખે છે કે –
Our learning is then best when it toaches most humility, but to be proud of learning is the greatest ignorance in the world.
જે જ્ઞાન આપણને નમ્ર બનાવે છે તે જ્ઞાન ઉત્તમ છે, પણ પોતાના જ્ઞાન વિષે અભિમાન કરવું એ દુનિયામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com