________________
પર
પવિત્રતાને પગે
કાંઈ ઓછું સત્વ હોય છે તે જ મનુષ્ય બાપદાદાઓની કીર્તિ ઉપર પિતાની મહત્તા સ્થાપવાનો પ્રયત્ન કરે છે.
ઐશ્વર્ય મદ–પિતાના વૈભવને-પોતાને મળેલી સત્તાને મદ કરે તે પણ એક પ્રકારની મૂર્ખતા છે. કલેકટર આખા શહેરના અમલદારો કરતાં મેટે હાય, પણ ગવર્નરની અપેક્ષાએ તેની સત્તા કાંઈ હિસાબમાં નથી. તેમ ગવર્નર આખા ઈલાકા પર રાજ્ય કરે, પણ વાઈસરોયની અપેક્ષાએ તેની સત્તા છાયામાં પડી જાય છે. અને મહારાજાનો વિચાર કરતાં વાઈસરોયને અધિકાર મૈણપદ ધારણ કરે છે. આ રીતે એશ્વર્ય–સત્તાની બાબતમાં ઉપરના દરજજાના સત્તા ધારીઓ જોતાં મનુષ્યને મદ ગળી જાય છે.
રૂપમદ-આપણું સૌદર્ય ગમે તેવું હોય, તે પણ વિશેષ રૂપવાનોની સુંદરતા આગળ તે ગૌણ પડી જાય છે, અને આ રૂપ બદલાતાં વાર લાગતી નથી. યુવાવસ્થામાં જણાઈ આવતું રૂપ વય વધતાં બદલાવા લાગે છે અને જ્યાં રેગ થયે કે સંદર્ય નષ્ટ થતાં વાર લાગતી નથી. જ્યાં સ્થિતિ આવી છે ત્યાં કયે સુજ્ઞ મનુષ્ય રૂપને માટે અભિમાન કરે?
તપમદ–હાલના સમયમાં મનુષ્ય થોડું ઘણું વિશેષ તપ કરે એટલે અભિમાન કરે છે. પણ પ્રાચીન સમયને વિચાર કરે અને કેટલા કેટલા મહિના અને કેટલાંક વર્ષો સુધી પણ જી તપશ્ચર્યા કરતા હતા, તેને જે મનુષ્ય ખ્યાલ લાવે તે આ તપને લીધે ઉત્પન્ન થતો તેને મદ ઉતરી જાય.
બળીમદ–જે આપણને આપણા શરીરબળને મદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com