________________
પ્રકરણ ૭ મું.
માનવિરમણું. માન એ બીજે કષાય છે, માન અથવા અભિમાનથી મનુષ્ય પિતાને બીજાઓ કરતાં ઊંચો ગણે છે અને સઘળું જ્ઞાન, શક્તિ વગેરે પોતાનામાં આવી રહ્યું છે એમ માને છે. માનનું મૂળ ભેદભાવ છે. બીજાઓ કરતાં હું કાંઈ અલગ છું, બીજાઓ કરતાં મારામાં વિશેષ ઉત્તમ તો છે; એવા વિચારોથી હૃદયમાં જે વૃત્તિ જાગે તેને માનવૃત્તિ કહે છે. કવિ ભર્તુહરિ કહે છે તેમ –
यदा किंचिज्ज्ञोऽहं द्विप इव मदांधः समभवम् । तदा सर्वज्ञोऽस्मीत्यभवदवलिप्तं मम मनः॥ यदा किंचिकिंचिबुधजनसकाशादवगतम् । तदा मूर्योऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः ॥१॥
મનુષ્યોને જ્યારે અહ૫ જ્ઞાન થાય છે ત્યારે હું સર્વજ્ઞ છું એમ પોતાને માને છે, અને તે વખતે હસ્તીની માફક મદેન્મત્ત બને છે; પણ જ્યારે જ્ઞાની પુરુષોના સંબંધમાં આવતા કાંઈક વિશેષ જ્ઞાન થાય છે ત્યારે પિતાની મૂર્ખતાનુંઅલ્પજ્ઞતાનું તેને ભાન થાય છે અને ત્યારે જેમ જવર ચાલ્યા જાય તેમ મદ પણ જતો રહે છે.
મનુષ્યને જ્યારે કાંઈક વિશેષ જ્ઞાન થાય છે ત્યારે જ પોતાની અજ્ઞાનદશાનું ભાન થાય છે. ન્યુટન જેવા પ્રસિદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com