________________
વિરમણ
કરી પિતાને ક્ષમાભાવ પ્રકટ કરે છે. વળી ક્ષમાભાવને પ્રાપ્ત કરવાને ઉત્તમ ઉપાય એ છે કે-અનંત કાળને વિચાર કરો. જયાં સુધી આપણે વર્તમાનને તથા થોડા સમય પર ગયેલા ભૂતકાળને વિચાર કરીએ છીએ ત્યાં સુધી બીજાએ આપણને કરેલા નુકસાનનું સ્મરણ રહ્યા કરે છે અને આપણને કે થવા સંભવ છે, પણ અનંત કાળને વિચાર કરતાં આ બધા પ્રસંગેનું ઉગ્રપણું ચાલ્યું જાય છે. અત્યારે જે બનાવ આપણ માનસિક આકાશને ભરી નાખે છે, તે જ બનાવ પાંચસાત વર્ષ પછી આપણું આકાશમાં એક બિન્દુ સમાન લાગે છે. તો પછી અનંત કાળમાં આ બનાવે તે નહિ જેવા • લાગે, માટે સુખદુઃખના પ્રસંગોમાં ઉપાદાન કારણ આપણે છીએ, અને બીજાએ તે માત્ર નિમિત્ત કારણ છે, એમ માની ચિત્તની સ્વસ્થતા જાળવવી. He who cannot forgive others breaks the bridge over which he must himself pass, for every man has need to be forgiven. જે મનુષ્ય બીજાને ક્ષમા આપતું નથી, તે જે પૂલ ઉપર થઈને પિતાને પસાર થવાનું છે, તે પૂલને ભાંગી નાખે છે, કારણ કે દરેક પુરુષને ક્ષમા માગવાની જરૂર પડે છે. માટે ક્ષમારૂપી જળવડે ક્રોધરૂપી અગ્નિને શાંત કરો અને આત્માની સ્વાભાવિક નિર્મળ સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com