________________
કોધવિરમણ
ચઢ્યો અને તે ગજસુકુમાલની શોધમાં નીકળે. સ્મશાનમાં ગજસુકુમાલ એકાગ્ર ધ્યાનથી શુદ્ધ કાસર્ગ સ્થિતિમાં ઊભા હતા ત્યાં તે આવી પહોંચે. તેણે પોતાને કે પ્રકટ કરવા અને તેમના પર વેર લેવા તેમના માથા પર ચીકણી માટીની પાળ કરી અને મશાનમાંથી ધગધગતા અંગારા લાવી તેમના માથા પર મૂક્યા. તેમાં કેટલાક લાકડાના કકડા નાખ્યા, એટલે તાપ સખ્ત થયા. આથી ગજસુકુમાળને કેમળ દેહ બળવા લાગ્યા. સૌમિલ જતો રહો. આ સમય એવો હતો કે ગજસુકુમાળના ક્રોધને પાર ન આવે, છતાં તે મહાનુભાવ જીવે સેમિ પર જરા પણ ક્રોધ ન કરતાં પિતાના પૂર્વ કર્મોના વિપાકરૂપ આ સ્થિતિને ક૯પી સમભાવથી આ પ્રમાણે વિચાર કર્યો-“હે જીવ! જે તું એની પુત્રીને પર હાત તે પહેરામણીમાં તને તે પાઘડી બંધાવત, એ પાઘડી થોડા વખતમાં નાશ પામત, પણ આ તો તેણે એવી પાઘડી બંધાવી કે જે મેક્ષપુરીમાં જવા માટે મને મદદગાર નીવડશે.” આ પ્રમાણે વિચાર કરી જરા પણ મનની સ્થિરતામાં ભંગ થવા દીધો નહિ. તેના પરિણામે શાસ્ત્રો કહે છે તેમ તેમણે કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું.
આટલાં ઘેર દુઃખે દેનાર પર ક્ષમા રાખનારા આ ગજસુકુમાળનું દ્રષ્ટાંત યાદ કરી આપણે બીજા પ્રત્યેઆપણને દુઃખ દેનારા પ્રત્યે ઉદારભાવ રાખવો.
જ્યારે સામા મનુષ્ય આપણું બગાડયું હોય, તે વખતે તેના પ્રત્યે ક્ષમા રાખવામાં મોટામાં મેટે વિજય છે. તત્વજ્ઞાની સેનેકા લખે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com