________________
પવિત્રતાને પંથે બીજાએ તે નિમિત્ત માત્ર છે, માટે મારે બીજા પ્રત્યે શા સારુ ક્રોધ કર જોઈએ ? આ સંબંધમાં જ્ઞાનાર્ણવમાં આપેલી ભાવના વિચારવા જેવી છે.
प्राङ् मया यत्कृतं कर्म, तन्मयैवोपभुज्यते । मन्ये निमिचमात्रोऽन्यः, सुखदुःखोद्यतो जनः ।
જે મેં પૂર્વભવમાં કર્મો કરેલાં છે તેનાં ફળ હું ભેગવું છું. બીજા મનુષ્ય તો સુખદુઃખ આપવામાં નિમિત્ત માત્ર છે, તે અન્ય ઉપર હું શા સારુ રોષ કરું?” વળી જે કોઈ મારે દેષ બતાવે છે તે મારો પરમમિત્ર છે, કારણ કે એ દેષ હું ફરીથી નહિ કરું, તો પછી નિષ્કારણ મિત્ર પર શા સારુ ક્રોધ કરે? વળી જે કઈ ક્રોધ કરાવે છે તેના સંબંધમાં એ વિચાર કરો કે “મેં અત્યાર સુધી વિવેક અને જ્ઞાનપૂર્વક શાંતિને અભ્યાસ કર્યો છે, તેની પરીક્ષા લેવા માટે પ્રતિકૂળ મનુષે કે પ્રતિકૂળ પ્રસંગે ઊભા થયા છે, તે મારે તે પ્રતિકૂળ મનુષ્ય તથા પ્રસંગોને વધાવી લઈ આ શાંતિની પરીક્ષામાં પસાર થવું જોઈએ.”
આ ઉપર એક ટૂંકું દષ્ટાંત આપણને ક્રોધ શમાવવામાં ઘણું જ લાભકારી થશે.
ગજસુકુમાળ નામના રાજકુમારે માત્ર બાર વર્ષની વયે શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી અને સંસારને ત્યાગ કરી સ્મશાનમાં ઉગ્ર ધ્યાનમાં ઊભા રહ્યા. સોમિલ નામના બ્રાહ્મણની સ્વરૂપવતી આઠ પુત્રી સાથે ગજસુકુમાળનું સગપણ કર્યું હતું, પરંતુ લગ્ન થયા પહેલાં તે સંસાર છોડી ત્યાગી
થયા. પોતાની પુત્રીના સુખનો નાશ થયે તેથી મિલને ક્રોધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com