________________
પવિત્રતાને પંથે કરે છે. ક્રોધ એ અગ્નિ સમાન છે. તે પ્રથમ તે જ્યાં તેને ઉદ્દભવ થાય છે ત્યાં તેને જ બાળે છે, અને પછી બીજા મનુષ્યને નુકશાન કરે છે. ક્રોધમાં બેલાયેલાં વચને વાસ્તે, અથવા તે સમયે કરાયેલાં કાર્યો વાસ્તે મનુષ્ય પાછળથી ગમે તેટલે પશ્ચાત્તાપ કરે, પણ તેથી કાંઈ લાભ થાય નહિ. તે વખતે મનુષ્ય મન ઉપર સંયમ બેઈ બેસે છે અને ઘણા જન્મ સુધી રખડાવે તેવા કર્મો બાંધે છે. મનની શાંતિ ખેાઈ બેસતાં શરીર પર તેની અસર થવા લાગે છે, આંખે લાલચોળ થાય છે, હાં પર રતાશ આવી જાય છે, મુખમાંથી દીર્ઘ શ્વાસ નીકળે છે, હાથ પગ પછાડા મારે છે અને લેહી ઉકળીને ઝેરી બની જાય છે. તેથી થોડા સમયમાં મનુષ્યનું માથું દુ:ખવા આવે છે. ક્રોધ કર્યો પછી કેટલાક કલાક સુધી કાંઈ પણ ચેન પડતું નથી અને આથી બીજાઓ સાથે જે વેર બંધાય છે તેનાં ફળ આ ભવમાં ભેગવવા પડે છે, એટલું જ નહિ પણ આગામી ભમાં પણ તેનાં ફળ ભોગવવા પડે છે.
આ ક્રોધની પણ ત્રણ સ્થિતિ છે. પ્રથમ તે પિતાને કાંઈ પણ નુકશાન થયું એટલે મનુષ્ય સામી
વ્યક્તિ પર પિતાને રેષ કાઢે છે. મનુષ્ય ધીમે ધીમે તેના નુકશાને અનુભવે છે, અને તેમાંથી છૂટવા પ્રયત્ન કરે છે. તે હવે પિતાને થયેલા નુકશાન વાતે કાંઈ પણ બોલતો નથી. પણ જે બીજે મનુષ્ય ત્રીજા પુરુષને દુઃખ દે, અથવા નુકશાન કરે તે તેને પિત્તો ઉછળે છે. આ ક્રોધને શાસ્ત્રકારે પ્રશસ્ત શોધ ( noble
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com