________________
પવિત્રતાને પંથે नाशांबरत्वे न सितांबरत्वे, न तच्त्ववादे न च तर्कवादे । न पक्षसेवाश्रयणेन मुक्तिः, कषायमुक्तिः किल मुक्तिरेव ॥
મુક્તિ શ્વેતાંખરમાં, દિગંબરમાં, તત્ત્વવાદમાં કે તર્કવાદમાં નથી. તેમજ અમુક પક્ષના આશ્રય લેવાથી પણ મુક્તિ નથી, કષાયથી મુક્ત થવુ તેનુ જ નામ મુક્તિ છે. આ ચાર કષાયામાં પ્રથમ ક્રોધ છે માટે તેના આ પ્રકરણમાં વિચાર કરશું.
ક્રોધ એટલે મન અને શરીર આત્માને વશ નહિ રહેતાં અમુક આવેશમાં આવી પાતાની ઇચ્છા પ્રમાણે વર્તે તે સ્થિતિ. ક્રોધ એ થેાડા સમયનું ગાંડપણ છે અને પેાતાને પ્રતિકૂળ સ્થિતિ લાગતાં તે વૃત્તિ ઉદ્દભવે છે. આપણને અમુક વસ્તુ, સ્થિતિ અથવા મનુષ્ય પ્રિય હાય, તેની પ્રાપ્તિમાં જે કેાઇ વિા નાખે તેના પર આપણે ક્રોધ કરવા દ્વારાઇએ છીએ. જામજોયોનિ લાયને! અમુક વસ્તુ વાસ્તુની આપણામાં ઇચ્છા–કામ હાય, તે વસ્તુ મેળવવામાં જયારે વિઘ્ન આવે છે ત્યારે વિષ્ર કરનાર મનુષ્ય પ્રત્યે જે રાષની લાગણી ઉદ્ભવે છે તેને ક્રોધ કહેવામાં આવે છે.
"
ક્રોધ એ અગ્નિ સમાન છે, પણ બધા મનુષ્યમાં તે અગ્નિ એક સરખા હાતા નથી. ક્રોધના ઉગ્રપણા પ્રમાણે શાકારાએ તેના ચાર વિભાગ પાડ્યા છે. સાથી ગ્ર ક્રોધને ‘ અનંતાનુબંધી ' કહેવામાં આવે છે અર્થાત તે ક્રોધની પર ંપરા ચાલે છે. તેનાથી ઓછા ઉગ્ર ક્રોધને ‘અપ્રત્યાખ્યાની’ કહેવાય છે. અહીં ક્રોધના નિવારણ માટે કાંઈ પણ પ્રયત્ન કરવામાં આવતા નથી. ત્રીજા પ્રકારના કોષને પ્રત્યાખ્યાની' કહે છે. તે અપ્રત્યાખ્યાની કરતાં આછા ઉગ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com