________________
૪૮
પવિત્રતાને પગે
He that does good to another man, especially if the other has done him some wrong, does also good to himself, not in the consequences, but in the very act of doing it, for the consciousness of well doing is as ample reward.
જે મનુષ્ય બીજાનું ભલું કરે છે અને ખાસ કરીને અપકાર કરનાર પર પણ ઉપકાર કરે છે, તે પિતાનું પણ કલ્યાણ કરે છે. તેનું શુભ પરિણામ આવશે એ દષ્ટિથી નહિ પણ તેવું કામ કરવાથી જ તેનું કલ્યાણ થાય છે, કારણ કે પિતે સારું કામ કર્યું છે, એવું ભાન મનુષ્યના પોતાના શુભ કામને પુષ્કળ બદલે છે.
વળી મનુષ્ય વિચાર કરો કે જેને વાસ્તે તે બીજા પ્રત્યે ક્રોધ કરવા દોરાય છે તે ક્ષણિક છે. જગતની બધી વસ્તુઓ અનિત્ય છે, તો તે અનિત્ય વસ્તુઓ ખાતર આત્માના નિત્ય ગુણ-શાંતિને શા સારુ ભેગ આપો? જે જે મહાપુરુ
એ જગતમાં અપૂર્વતા પ્રાપ્ત કરી છે તે સર્વે એ ક્રોધને બદલો પ્રેમમાં આવે છે. જ્ઞાનાર્ણવમાં જણાવ્યું છે કે –
वासीचन्दनतुल्यान्तर्वृत्तिमालम्ब्य केवलम् । आरब्धं सिद्धिमानीतं, प्राचीनैर्मुनिसत्तमैः ॥
પ્રાચીન ઉત્તમ મુનિઓએ કુહાડા અને ચંદન પ્રત્યે સમવૃત્તિ રાખીને સિદ્ધિ પ્રાપ્ત કરવાનો આરંભ કર્યો છે.
કુહાડાથી ચંદન કપાય તો પણ કુહાડાને ચંદન પિતાની સુગંધથી સુગંધિત કરે છે, તેવી રીતે જ્ઞાની પુરુષો પિતાને ઉપસર્ગ કરીને હેરાન કરનારનું પણ કલ્યાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com