________________
૩૮
પવિત્રતાને પંથે
સૂચવ્યું. તે બગીચામાં જઈ તે વિચાર કરવા લાગ્યો.
રાજાએ મને જે જોઈએ તે આપવાનું કહ્યું છે તે બે માસાથી તે શું થાય? પાંચ મહેર માગું, પણ પાંચ તે થોડા સમયમાં ખપી જાય માટે પચીશ માગું. પણ તેથી કાંઈ આખું વર્ષ ચાલે નહિ માટે સો માગું, હજાર માગું, લાખ માગું. ” એમ વિચારતરંગે તે ચડ. પછી અર્ધ રાજ્ય માગવાની વૃત્તિ જાગી. પણ વળી વિચાર કરતાં તે પાછો ફર્યો. પોતાની તૃષ્ણાને ઘટાડવા લાગ્યું અને છેવટે તે માગણું એાછી ઓછી કરતાં બે માસા સોનું પ્રથમની માગણી માફક લેવા વિચાર્યું. છેવટે તેણે વિચાર કર્યો કે “હવે બે માસા સોનાનું પણ કામ નથી. સુખ સંતોષમાં જ છે. વિદ્યા લેતાં વિષયમાં પડયે અને વિષયની તૃષ્ણામાં તણાતાં આ સ્થિતિ થઈ માટે સંતોષ રાખ એ જ ખરા સુખનું કારણ છે ” આમ વિચાર કરતાં તેની તૃષ્ણ સમાઈ ગઈ અને તે ત્યાગી બની ગયો.
માટે તૃષ્ણને અંત નથી. તેથી જે પરિગ્રહ એ તૃષ્ણાનું અને તેને અંગે ઉપજતા અનેક અનર્થોનું કારણ હોય તો તેને ત્યાગ કરવા અથવા તે ઓછો કરવા શું કરવું? એ પ્રશ્ન ઊભું થાય છે. તેને વાસ્તુ શાસ્ત્રકારોએ માર્ગ બતાવ્યું છે કે પરિગ્રહનું પરિમાણ કરવું. મનુષ્યને વસ્તુઓની પ્રાપ્તિ થયા પછી તેનું પરિમાણ કરવાનું કામ કઠણ લાગે છે, માટે જે સમયે આપણી પાસે વસ્તુઓ ન હોય, ઓછી હોય તે સમયે શાંત પળોમાં આપણા મન સાથે નિશ્ચય કરે અને પછી ગમે તેવી લાલચે આવે અને ગમે તેવાં પ્રલોભને પેિદા થાય, છતાં પોતાના નિયમોથી ચલિત ન થવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com