________________
૩૬
પવિત્રતાને પંથે
આ લેકની મુંજ રાજા પર ભારે અસર થઈ. આપણે પણ આ દષ્ટાંત પરથી સાર એ લેવાને છે કે–આ બધી વસ્તુઓમાંથી એક પણ વસ્તુ આપણી સાથે આવવાની નથી, તે તેને ખાતર આપણે અનેક પ્રકારનાં સાચજૂઠાં કામે કરતાં અટકવું જોઈએ-ન કરવા જોઈએ.
તૃષ્ણાને જેટલી વધારીએ તેટલી વધે છે. મનુષ્ય પોતાની જરૂરીઆતો જેટલી વધારે તેટલી વધે છે. જગતમાં અમુક વસ્તુ વિના ન જ ચાલે એમ નથી. મનુષ્યને જરૂરનાં સાધન વસ્ત્ર અને અન્ન બે જ છે.
કોઈ બાર મહિને સો રૂપીઆથી સંતોષ પામે છે. બીજા મનુષ્યને દશ હજાર રૂપીઆ પણ ઓછા પડે છે કારણ કે તેણે પોતાની જરૂરીઆત એટલી બધી વધારી દીધી હોય છે કે અમુક વસ્તુઓ વિના તેને ચાલે જ નહિ. તૃષ્ણા કેવી રીતે વધે છે, તેના સંબંધમાં એક કાવ્ય નીચે પ્રમાણે છે –
હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને મળી મંત્રિતાઈ ત્યારે તાકી પતાઇને મળી પતાઈ ત્યારે તાકી દેવતાઇ અને દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને અ! રાયચંદ્ર માને માને શંકરાઇ મળી વધે તૂશનાઈ તેય જાય ન મરાઇને તૃષ્ણાને કોઈ દિવસ અંત આવતો નથી. તેના ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com