________________
પરિગ્રહવિરમણ
૩૫
થઈ શકે છે તેમ ધનથી અભિમાન વધે છે, ધન મળતાં અનેક પ્રકારના વિષયસુખના સાધનેને ઉપભેગા કરવાની ઈચ્છા થાય છે, ધનવાન બીજાઓ પર ત્રાસ ગુજારે છે અને કેટલાંક ન કરવા ચોગ્ય કામે કરવા માટે પણ દોરાય છે. લક્ષ્મી આવી રીતે અનર્થો ઉપજાવવાનું પણ સાધન હોવાથી શાસ્ત્રકારોએ તેની નિંદા કરી છે. વળી ધન પેદા કરવા જતાં મનુષ્ય ગમે તેવાં ઘર અને અનીતિભર્યા કાર્યો કરવાને અચકાતા નથી. ધનને ખાતર મિત્રો-મિત્રમાં કલેશ જમે છે, ભાઈઓ-ભાઈઓ વચ્ચે કુસંપ થાય છે અને મનુષ્યનાં ખન પણ થાય છે. રાજ્યભથી મુંજરાજા પોતાના ભત્રીજા ભેજને વધ કરાવવા તૈયાર થયે હતો. તેને મારી નાખવા મોકલેલા મારાઓને દયા આવી અને તેઓએ તેમને જીવતા છેડી મૂકો. તે વખતે મુંજરાજાને આપવા માટે ભેજરાજાએ એક લેક લખીને મોકલ્યો હતો કે –
मांधाता च महीपतिः कृतयुगेऽलंकारभूतो गतः। सेतुर्येन महोदधौ विरचितः कासौ दशास्यान्तकः ॥ अन्ये चापि युधिष्ठिरप्रभृतयो याता दिवं भूपते!। नैकेनापि समं गता वसुमती ननं त्वया यास्यति ॥१॥
કૃતયુગમાં અલંકારભૂત માંધાતા ગ્રુપતિ પણ ગયે, જેણે મેટા સમુદ્ર પર પૂલ બાંધ્યો એવા રાવણનો નાશ કરનાર રામચંદ્રજી પણ કયાં છે? યુધિષ્ઠિર પ્રમુખ સારા સારા બીજા રાજાઓ પણ કાળને શરણ થયા છે, કેઈની સાથે આ પૃથ્વી ગઈ નથી, પણ તે મુંજ! જરૂર તારી સાથે તે આવશે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com