________________
પવિત્રતાને પંથે (૨) સર્વ જાતનાં ધાન્ય. (૩) અલંકાર અને વગર ઘડેલું સુવર્ણ. (૪) અલંકાર અને વગર ઘડેલું રૂપું. (૫) જમીન, ગામ, શહેર, બગીચે વગેરે. (૬) મહેલ, ઘર, હાટ અને વખાર વગેરે. (૭) નેકર, ચાકર, દાસ, દાસી વગેરે. (૮) ગાય, ભેંસ, હાથી, ઘોડા, અન્ય વાહનો વગેરે. (૯) ઘર વ્યવહારને ઉપયોગી તમામ વસ્તુઓ.
આ નવ પ્રકારમાં જગતમાં મળી આવતી તમામ ચીને લગભગ સમાવેશ થાય છે.
આ બધી વસ્તુઓ આપણને એક યા બીજી રીતે ઉપયોગી લાગે છે, માટે તે મેળવવા અથવા તેને સંગ્રહ કરવા આપણને રુચિ થાય છે. જ્યાં સુધી જગતને વ્યવહાર છે ત્યાં સુધી મનુષ્યને ઘણું વસ્તુઓની જરૂર પડે છે, અને તે વસ્તુઓ મેળવવાને ધનની જરૂર પડે છે.
આપણી પોતાની આજીવિકા માટે તથા આપણું આશ્રિતના ભરણપોષણ માટે ધનની જરૂર છે. ધર્મને માટે પણ ધનની જરૂર પડે છે. સાધુસંતે નિમિત્તે પણ ધન ખર્ચ વાની જરૂર પડે છે. તીર્થસ્થાનને ઉદ્ધાર, સ્વધમી બંધુએનું રક્ષણ, ગુર્નાદિને સકાર, નિરાધારને ઉદ્ધાર–આ સર્વ કાર્યો માટે પણ ધન આવશ્યક છે. ધન જાતે ખોટું નથી. તે એક શક્તિ છે અને શક્તિનો સદુપગ તેમજ દુરુપગ થઈ શકે છે. ધનથી ઉપર જણાવ્યા પ્રમાણે લાભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com