________________
પરિગ્રહવિરમણ
ભારના વધવાથી જેમ વહાણ દરિયામાં ડૂબતું જાય છે તેમ પરિગ્રહની અનેક વસ્તુઓ ઉપરની આસક્તિને લઈને મનુષ્યનું મન તેને વધારે મેળવવામાં, મળેલાનું રક્ષણ કરવામાં તથા મેળવેલી વસ્તુઓને નાશ ન થાય તે સંબંધી ચિંતા કરવામાં મગ્ન રહે છે, અને આ રીતે રાતદિવસ ચિતા કરવામાં તેને સમય પસાર થાય છે, છેવટે ખાલી હાથે આવ્યો હતું તેમ ખાલી હાથે ચાલ્યા જાય છે, માટે મનુષ્યએ પોતાના મન સાથે ઉપર જણાવેલી નવ વસ્તુઓના સંબંધમાં નિયમો લેવા, તે પિતાની સેંધપોથીમાં ઉતારી લેવા, અને તે કરતાં કાંઈ પણ વધે તો તેને સન્માર્ગે વ્યય કરો. ધન વિશેષ મળતાં પોતાના નિયમોને જુદે અર્થ કરે એ મહાન દેષ છે. પરિગ્રહનું પરિમાણ કરવાનો હેતુ એ છે કે કઈ જીવ પિતાને ઈષ્ટ વસ્તુઓ અને સામગ્રીઓ પ્રાપ્ત કરી કાંઈક અંતર્મુખ થાય, તૃષ્ણાને ઓછી કરે અને જીવનને શે ઉદ્દેશ છે તે સમજી તે પ્રમાણે વર્તે. આવા નિયમથી તેને ઘણે જે ઓછો થઈ જાય છે.
આ પરિગ્રહનું મુખ્ય સ્વરૂપ વસ્તુઓ પ્રત્યે આસક્તિ રાખવી તે છે. કેટલીક વસ્તુઓ વિના તે સાધુઓને પણ ચાલે નહિ, તે પછી ગૃહસ્થાશ્રમીઓને તે તે વસ્તુઓની ચોક્કસ જરૂર પડે, ત્યારે મનુષ્ય અપરિગ્રહી કેમ થાય? તેને જવાબ શાસ્ત્રકાર એમ આપે છે કે પરિગ્રહનું મૂળ તે તે વસ્તુઓ પ્રત્યેની મૂર્છા-આસક્તિભાવ છે.
मूच्छा परिग्गहो वुत्तो नातपुत्रेण तायिना ।। જગતનું રક્ષણ કરનાર મહાવીર પ્રભુએ મૂછને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com